Advertisement
Author: નોબત સમાચાર

એક સત્ય પરમાત્માને જાણવાની ભ્રમોમાંથી મુકિત મળે છેઃ સતગુરૂ માતાજી

નિરંકારી સંત સમાગમ સંપન્ન

જામનગર તા. ૨૩: હરિયાણાનાં સમાલખામાં સંત નિરંકારી આઘ્યાત્મીક સ્થળમાં આયોજીત ત્રિ દિવસીય વાર્ષિક નિરંકારી સંત સમાગમ સતગુરૂ માતા સુદિમાજી મહારાજના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો. જેમાં આઠ લાખથી વધુ ભકતો શ્રઘ્ધાળુઓ જોડાયા હતાં.

આ સંત સમાગમમાં જામનગર સહિત રાજયમાંથી ૨૦ હજારથી વધુ લોકો જોડાયા હતાં. સતગુરૂ માતા સુદિબી મહારાજે પ્રવચનમાં જણાવ્યુ હતું કે સંસારમાં જેટલી ચીજ વસ્તુઓ અમે જોઇએ અને અનુભવવીએ છીએ તે તમામ પરિવર્તનશીલ છે. તેમાંનો કોઇ પદાર્થ શાસ્વત સત્ય કહેવાતો નથી. કોઇપણ વસ્તુ- પદાર્થમાં અસ્તિત્વો શાસ્વત માની લેવો ભ્રમ હોય છે.

નિરંકારી રાજપિતા રમિતજીએ જણાવ્યુ હતુ કે ભકિત ફકત સાધન નથી સાઘ્ય છે. ભકિત જયારે જીવતનું અંગ બને છે. ત્યારે સાંસારીક સુખો ગૌણ બને છે.

અસીમ પરમાત્માતરફ વિસ્તરણ ઉપર આધારિત નિરંકારી પ્રદર્શની તમામ સંતો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડાએ સદગુરૂ માતાજી અને નિરંકારી રાજપિતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં. આ સમાગમમાં આધુનિક કાયરોપ્રેકિટકનાં માઘ્યમથી નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં ભારત, યુકે, કેનેડા સ્પે. ડોકટરોએ સેવા આપી હતી. તેમજ પણ તબીબ સેવાનો લોકોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh