Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના વકીલને મામલતદાર કચેરીના સ્ટાફે ગાળો ભાંડી ફડાકો ઝીંક્યો

કાલાવડ શહેર પોલીસે ગુન્હો પણ ન નોધ્યોઃ

કાલાવડ તા. ર૩: કાલાવડની મામલતદાર કચેરીમાં એક વકીલે અહેવાલ મેળવવા કરેલી અરજી પછી લાંબો સમય વિતયા પછી પણ તેની નકલ નહીં અપાતા તે કચેરીના એક કર્મચારી સામે તે વકીલે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી હતી. તેના પગલે આ કર્મચારીએ વકીલને ગાળો ભાંડી હુમલો કરવા ઉપરાંત ધમકી આપતા અને પોલીસે તેની ફરિયાદ પણ ન નોંધતા કાલાવડના બાર એસોસિએશને તે બનાવને વખોડી કાઢી કડક પગલાંની માગણી કરી છે.

કાલાવડ બાર એસોસિએશનના સભ્ય અર્જુનભાઈ દામજીભાઈ કેસિયાએ કાલાવડની મામલતદાર કચેરીમાં રજૂઆત કરી એક અહેવાલ માગ્યો હતો. તેની નકલ લાંબો સમય વિત્યા પછી પણ અર્જુનભાઈને આપવામાં ન આવતા તેઓએ આ કચેરીના જયદીપ શંભુદાન ગઢવી સામે યોગ્ય કાર્યવાહી કરવા મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી.

આ રજૂઆતથી ઉશ્કેરાયેલા જયદીપ ગઢવીએ ગાળો ભાંડી વકીલ અર્જુનભાઈને ફડાકો ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપતા અર્જુનભાઈએ ગુરુવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ કરી હતી. આ ફરિયાદ નોંધાવવા કાલાવડ શહેર પોલીસ મથકના પીઆઈએ શુક્રવારે આવવાનું કહ્યા પછી ગઈકાલે પણ અર્જુનભાઈની ફરિયાદ નોંધવામાં ન આવતા કાલાવડ બાર એસોસિએશને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી જવાબદાર સામે પગલાં ભરવાની માગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh