Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના ડઝનેક રાજ્યોમાં વરસાદની વકીઃ
નવી દિલ્હી તા. ર૩: હવામાન વિભાગે દેશના ૧૧ રાજ્યમાં શિયાળામાં વરસાદનું એલર્ટ આપ્યું છે, અને ઠંડી-શિયાળા વચ્ચે ચક્રવાતની શક્યતા પણ જણાવી છે.
દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડીએ સમગ્ર દેશમાં પોતાની જમાવટ શરૂ કરી છે. ઉત્તર ભારત ધુમ્મસમાં લપેટાઈ ગયું છે, ત્યારે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આ અઠવાડિયે એક ચક્રવાતી તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્રણેય પહાડી રાજ્યોમાં બરફ પડી રહ્યો છે, જેનાથી દેશભરમાં હવા ઠંડી થઈ રહી છે. ડિસેમ્બર-જાન્યુઆરીના મહિનામાં લા નીના વાવાઝોડાના પ્રભાવથી ઉત્તર ભારતમાં સામાન્યથી વધારે ઠંડી પડવાની સંભાવના વૈશ્વિક હવામાન સંસ્થાએ જણાવી છે.
ભારતીય હવામાન વિભાગે ર૮ નવેમ્બર સુધીની અપડેટ આપી છે. તે મુજબ અપર એર સાઈકલોન પૂર્વી વિષુવવૃત્તિય હિન્દ મહાસાગર અને તેને અડીને આવેલા દક્ષિણ અંદમાન પર સક્રિય છે. જે સમુદ્રના મધ્ય ક્ષોભમંડળ સુધી ફેલાયેલું છે અને ર૩ નવેમ્બરે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધવાની શક્યતા છે. આગામી ર દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં દબાણનું ક્ષેત્ર બનશે. પૂર્વી વિષુવવૃત્તિય હિન્દ મહાસાગર અને તેને અડીને આવેલા દક્ષિણમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની એક ટ્રફ રેખા રચાઈ રહી છે.
અંદમાન સાગરથી મન્નારની ખાડી સુધી નિચાણવાળા અને મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરમાં ઊંચાઈ સાથે દક્ષિણની તરફ હવાનો ઝુકાવ હોવાથી એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય બન્યો છે. જેની અસરથી દરિયાકાંઠાના રાજ્યોમાં તોફાની હવા સાથે ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજથી ર૮ નવેમ્બર સુધી દક્ષિણ ભારત અને પૂર્વોતર ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે, અમુક જગ્યાએ ગાજવીજ ાસથે પણ વરસાદ વરસી શકે છે.
કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, અંદમાન-નિકોબાર લક્ષદ્વીપ સમૂહ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. યન, માહે, કરાઈકલમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાની અસરથી ૩પ કિલોમીટર પ્રતિકલાકથી માંડી ૪પ કિલોમીટર પ્રતિકલાક અને પપ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
માછીમારોને અપીલ કરવામાં આવી છે કે, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, દક્ષિણ અંદમાન સાગર, ઉત્તર અંદમાન સાગર, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, શ્રીલંકાનો દરિયાકાંઠો અને તમિલનાડુના દરિયાકાંઠે જવાનું ટાાળવું.
૩૦ નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં હવામાન શુદ્ધ રહેશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં સવાર-સાંજ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. દિવસે તડકો દેખાશે, પરંતુ તાપમાનમાં ઘટાડો થતા જ ઠંડીનો અનુભવ થશે. દિલ્હી-એનસીઆરમાં વધુ પ્રદૂષણ ઓછું થાવા લાગ્યું છે અને સવાર-સાંજ હળવું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસે તડકો નીકળતા જ રાહત મળે છે, પરંતુ સવાર-સાંજ તાપમાન ગગડા જ ઠંડી અને ધુમ્મસનું વાતાવરણ દેખાવા લાગે છે, જો કે વાવાઝોડા દરમિયાન હવામાન વિભાગે ધુમ્મસનું પ્રમાણ વધવાની આશંકા વ્યક્ત કરી છે.
તદુપરાંત સૂત્રો જણાવે છે કે, આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં બરફ પડવાની સંભાવના છે. જેનાથી મેદાની રાજ્યોમાં ઠંડી વધશે. વળી જમ્મુ-કાશ્મીરમાં બરફ પડવાના કારણે ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું છે.
શુક્રવારે શ્રીનગરમાં તાપમાન ૦.૪ ડીગ્રી રેકોર્ડ હતું. હવામાન વિભાગ અનુસાર આવનાર ર-૩ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ તેમજ અનેક જગ્યાએ છૂટાછવાયા છાંટા જોવા મળશે. કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં હળવો બરફ પડવાની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial