Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખબારી અહેવાલનો પડઘો
ખંભાળીયા તા. ર૩: ગુજરાત સરકાર દ્વારા ગત તા. ૧૧-૧૧-ર૪ના રાજ્યમાં અનેક વિભાગોમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ હતી. હાલારના લાલપુર અને ભાટીયા જેવા કેન્દ્રોમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થયા પછી પણ ૧ર દિવસ સુધી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ટેકાની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. ઓછા ભાવ મળતા, અખબારી અહેવાલો આવતા જ ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યે રાજય સરકાર દ્વારા ખંભાળીયાની ભીંડા સેવા સહકારી મંડળીને ટેકાના ભાવે ખરીદી કરવા જાહેર કરતાં આ મંડળી દ્વારા ખંભાળીયામાં સલાયા રોડ પર સૂકી ખેતી સંશોધન કેન્દ્રમાં મગફળીની ટેકાના ભાવે સરકારશ્રીના નિયમો અનુસાર ખરીદી શરૂ કરવામાં આવતાં ખેડૂતોને રાહત થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial