Advertisement
Author: નોબત સમાચાર

સ્મશાન પાસે ગલીમાં ઘોડીપાસાથી જુગાર રમતા બે શખ્સ ઝડપાયાઃ ત્રણ નાસી જવામાં સફળ

મસીતીયા રોડ પરથી પાંચ પત્તાપ્રેમી પકડાયાઃ

જામનગર તા. ૨૩: જામનગરના નાગેશ્વર વિસ્તારમાં સ્મશાન પાસે ગઇરાત્રે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા બે શખ્સોને એલસીબીએ પકડી પાડયા હતાં. પોલીસને જોઇને ચાર નાશી ગયા હતાં. રોકડ, મોબાઇલ, સ્કૂટર મળી રૂપિયા ૫૮૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે મસીતીયા રોડ પરથી પાંચ પત્તાપ્રેમી ઝડપાઇ ગયા હતાં. લાલપુર તથા કાલાવડના આણંદપરમાંથી બે વર્લીબાઝની પોલીસે ધરપકડ કરી હતી.

જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફ દ્વારા ગઇરાત્રે કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના મયુદિન, ક્રિપાલસિંહ, ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે નાગેશ્વર વિસ્તારમાં સ્મશાન પાસે એક ગલીમાં કેટલાક શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમી રહૃાા છે.

તે બાતમીથી પીઆઇ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી રાત્રે ૩ વાગ્યે એલસીબી સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે ઘોડીપાસા ફેકી જુગાર રમી રહેલા ઉમંગ પ્રકાશભાઇ ફલીયા, તોસિક સલીમ કુરેશી નામના બે શખ્સ મળી આવ્યા હતાં. પોલીસને જોઇને મહેશ્વરીવાસમાં રહેતો નિતીન દેવશીભાઇ પરમાર, સ્મશાન પાસે રહેતો લાલજી મનસુખભાઇ મકવાણા, બર્ધન ચોકમાં ધોરમફળીમાં રહેતો હસમુખ મનહરભાઇ પરમાર તથા રોહીત નામના ચાર શખ્સ નાશી ગયા હતાં. એલ.સી.બી.એ ૨૩૭૦૦ રોકડા, ત્રણ મોબાઇલ, એક બાઇક મળી કુલ રૂા. ૫૮,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે. તમામ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામનગરના દરેડ ગામ પાસે મસીતીયા રોડ પર ગઇકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા બોબી બલુભાઇ ચૌહાણ રહીશ રસીદ અબ્બાસી, વસીમ શરાઉદીન સૈયદ, જાવેદ સરાફતખાન પઠાણ, અશરફ ભુરેખાન અબ્બાસી નામના પાંચ શખ્સને પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે પકડી લઇ પટ્ટમાંથી રૂા. ૧૧,૨૫૦ કબ્જે લીધા છે.

કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ગઇકાલે બપોરે જાહેરમાં ઉભા રહી આંકડા લખતા નીલેશભાઇ રાજેશભાઈ બગડા નામના શખ્સને પકડી લઇ પોલીસે વર્લીના આંકડા લખેલી ચીઠ્ઠી તથા રોકડ કબ્જે કર્યા છે.

લાલપુર શહેરમાં એસબીઆઇ સામેની ગલીમાં ગઇકાલે વર્લીનુ બેટીંગ લેતાં ભીખુભાઇ અરજણભાઇ પાંડવ ઉર્ફે કાદા ખવાસ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh