Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ અને ડાબેરી મોરચાના ઉમેદવારો પાછળઃ
વાયનાડ તા. ર૩: વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધીને જોરદાર લીડ મળીરહી છે અને ૩.૪ર લાખથી વધુ મતથી આગળ છે.
દેશની બે અત્યંત મહત્ત્વની લોકસભા બેઠક વાયના અને નાંદેડ પર યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. જેમાં કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્ત્વની છે. વાયનાડ બેઠક પરથી જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડ્યા છે, જ્યારે તેમની સામે ડાબેરી મોરચાના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ ચૂંટણી લડી રહ્યા છે. એવામાં હાલ ૩,૪ર,૬૧૦ મતથી પ્રિયંકા આગળ છે.
આ ચૂંટણી દ્વારા પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જો પ્રિયંકા ગાંધી, ચૂંટણી જીતશે તો એવું પહેલીવાર બનશે કે ગાંધી પરિવારના બધા જ સભ્યો એટલે કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ત્રણેય સંસદ સભ્ય બનશે.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની આ પ્રથમ ચુંટણી છે. વાયના લોકસભા બેઠક હેઠળ ૭ વિધાનસભા બેઠક છે. તેમાં કોઝિકોડ જિલ્લામાં મનંતવડી (રિઝર્વ), સુલતાન બાથેરી (રિઝર્વ), કાલપેટ્ટા, તિરૂવંબડી અને મલપ્પુરમ જિલ્લામાં નિલામ્બુર, ઈરાનાડ અને વાંદૂર બેઠકોનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીના રાજીનામા પછી આ બેઠક ખાલી પડી હતી. એપ્રિલ-મે માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાયબરેલી બેઠક જીત્યા પછી રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી, જેના કારણે આ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
વાયનાડમાં પ્રિયંકા સહિત ૧૬ ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ બેઠક પરથી યુનાઈટે ડેમોક્રેટિક ફ્રનટના ઉમેદવાર છે, જ્યારે તેની સામે માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાની હેઠળના ઠાબેરી લકશાહી મોરચના ઉમેદવાર સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનના ઉમેવવાર નવ્યા હરિદાસ છે.
ભાજપે પ્રિયંકાની સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી હતી. તેઓ ભાજપ મહિલા મોરચના પ્રદેશ મહાસચિવ છે. તેમજ કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વખત કાઉન્સિલર અને બીજેપી કાઉન્સિલર પાર્ટીના નેતા પણ રહ્યા છે. તેમણે ર૦ર૧ ની વિધાનસભા ચૂંટણીમાં કોઝિકો દક્ષિણ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જો કે તે હારી ગયા હતાં.
આ વખતે વાયનાડમાં લગભગ ૬પ ટકા મતદાન થયું છે. એપ્રિલમાં જ્યારે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા હતાં ત્યારે ૭૪ ટકા મતદાન થયું હતું. તે જ સમયે ર૦૧૯ લોકસભા ચૂંટણીમાં અહીં ૮૦ ટકાથી વધુ મતદાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial