Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોર્ટલની ખામી દૂર કરી પ્રેસ મીડિયા મારફત જાણ કરાશેઃ તંત્ર
જામનગર તા. ૨૩: એગ્રીસ્ટેક- ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીને લીધે પોર્ટલ પર અરજી ન થવા મુદ્દે ખેડૂતજોગ સરકારી અખબારી ભારત સરકાર દ્વારા ડિઝીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રકચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેકટ હેઠળ રાજયના તમામ ખેડૂતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરાઇ છે. જે અન્વયે તા. ૧૫/૧૦/૨૦૨૪ થી રાજયમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હાલમાં ગુજરાત રાજયના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર આવેલી ટેકનીકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઇ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ સમાચારપત્રો તથા સોશિયલ મીડિયા મારફત જાણ કરવામાં આવશે. જેની સૌ ખેડૂતમિત્રોને નોંધ લેવા જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial