Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નાગરિકોના ખિસ્સા હળવા કરી દેશે
અમદાવાદ તા. ર૩: ટુંક સમયમાં અમદાવાદથી રાજકોટ જવાનું મોઘું થશે કારણે કે બે ટોલનાકા હટાવા પછી નવા ૪ ટોલનાકા બનાવાશે તેમ જાણવા મળે છે.
અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડનારો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે હવે નાગરિકોના ખીસ્સા હળવા કરશે, તેમ જણાય છે, કારણ કે અમદાવાદ-રાજકોટ વચ્ચેના ર૦૧ કિલોમિટરના નેશનલ હાઈ-વે પર પસાર થનારા લોકોને હવે ચાર ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે. વર્તમાનમાં જે બે ટોલનાકા છે તે હવે દૂર થઈ જશે અને તેના જ સ્થાને ૪ નવા સ્થળોએ ટોલ પ્લાઝા બનશે. જેને સરકારની પણ મંજૂરી મળી ચૂકી છે.
અમદાવાદ અને સૌરાષ્ટ્રને જોડનારા નેશનલ હાઈ-વેની ૩૩પ૦ કરોડના ખર્ચે ફોરલેનમાંથી સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે અને આ નેશનલ હાઈ-વે પર મુસાફરી કરતાં લાખો લોકોને હવે ખિસ્સા ખાલી કરવાની તૈયારી રાખવી પડશે. હવે આ હાઈ-વે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલનાકા છે, જ્યારે હવે તેની જગ્યાએ ચાર નવા સ્થળોએ ટોલનાકા બનાવવામાં આવશે.
નવા ચાર ટોલનાકા પૈકી ત્રણનું કામ તો પૂર્ણતાના આરે આવીને ઉભું છે. આવતા વર્ષેથી મુસાફરોએ અહી ટોલ ટેકસ ભરવો પડશે. હાલ અમદાવાદથી રાજકોટ નેશનલ હાઈ-વે પર બાવળાથી ૧ર કિમીના અંતરે ભાયલા પાસે એક ટોલનાકું ઉભું કરવામાં આવ્યું છે. જ્યારે બીજું ટોલનાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ નજીક, ત્રીજું ટોલનાકું સાયલા-ચોટીલા વચ્ચે ઢેઢુંકી ગામ પાસે તેમજ ચોથું ટોલનાકું રાજકોટ ચોટીલા વચ્ચે માલિયાસણ ગામ પાસે બનાવવામાં આવ્યું છે.
જો કે આ નવા ચાર ટોલનાકા પૈકી માલિયાસણમાં જ કામગીરી બાકી છે, જ્યારે અન્ય ત્રણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગેની દરખાસ્ત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના નાણાપંચને પણ મોકલી દેવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ-વેનું કામ પણ હવે પૂર્ણ થવાના આરે છે. રોડ બનાવનાર એજન્સી પાસે પણ ડિસેમ્બર-ર૦ર૪ની આખરી મુદ્દત છે, આ વિકાસકાર્યાે માટે સરકારે ૩૩પ૦ કરોડનો ખર્ચ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial