Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ-ખેડૂત પોર્ટલ પર ર૦ ડિસેમ્બર સુધી થઈ શકશે અરજી
જામનગર તા. ર૩: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે 'ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ' અમલમાં મૂકાયો છે. જેનો લાભ લેવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ તા. ર૦-૧ર-ર૦ર૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
બગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માં 'ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અનેશાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ' નવી બાબત તરીકે મંજુર કરવામાં આવ્યો છે. જેમાં ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), રોપ કવર/બેગ (કેળા/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા, દાડમ, જામફળ, કમલમ (ડ્રેગન ફ્રૂટ સીતાફળ), ઘટક માટે તેમજ ચાલુ બાબતના દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય તથા નિકાસકારોના બાગાયતી પાકોની રેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટક માટે પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
આ ઘટકોમાં લાભ લેવા માંગતા જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર તા. ર૦-૧ર-ર૦ર૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો (અરજીમાં બતાવ્યા મુજબ) સામેલ રાખી ૭ દિવસની અંદર નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભષબ્રિજ પાસે, જામનગર ફોનઃ (૦ર૮૮) રપ૭૧પ૬પ) તાત્કાલિક રૂબરૂ અથવા ટપાલથી પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial