Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની જેટીઓ પર એસ.પી.ના વડપણ હેઠળ પોલીસનું સઘન ચેકીંગ

મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી, સહિતની સુરક્ષા એજન્સીઓની દરિયાકાંઠાઓ પર બાજ નજરઃ એજન્સીઓ સતર્ક

જામનગરના જુદા-જુદા પોલીસ સ્ટેશન હેઠળ આવતા દરીયા કાંઠાઓ પર સતર્ક નજર રાખવા માટે સી- ડિવીઝન કાર્યક્રમ અંતર્ગત એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તેમજ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સિકકા પોલીસ સ્ટેશન, પડાણા પોલીસ મથક, બેડી મરીન પોલીસ સ્ટેશન, જોડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જામનગરની તમામ જેટી તેમજ લેન્ડીૅગ પોઈન્ટ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ સમયે  દરિયાઈ માર્ગની આતંકી હુમલો થાય તો તે સમયે કઈ રીતે અને કયા પગલા ભરવા તે માટે સઘન અને સચોટ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ બાબતે ડીવાયએસપી જે.એન. ઝાલાએ જણાવ્યું છે કે, મરીન પોલીસ મથકોના સ્ટાફ દ્વારા હાલમાં દરિયાકાંઠાઓ પર નેવી, કોસ્ટ ગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ સાથે મળી ચેકીંગ કરવામાં આવી રહયું છે. ત્યારે ગઈકાલે ઉપરોકત તમામ સ્થળે ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh