Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પુસ્તક પલળી જવાના પ્રકરણમાં તપાસ ફાઈલ ગુમ કરી દેવાઈ

જામનગર તા. ર૩: જામનગર નજીકના દરેડ સ્થિત શિક્ષણ તાલીમ ભવનમાં વરસાદ દરમ્યાન પુસ્તકો પલળી જવાનાં પ્રકરણમાં રાજ રમત શરૂ થઈ છે અને બીજી તરફ તપાસનાં નાટક શરૂ થયા છે. પરંતુ ખાટલે મોટી ખોટ કે તપાસની આખી ફાઈલ જ સાવચેતી પૂર્વક ગુમ કરી દેવામાં આવી છે. એટલે કે કસુરવારોને બચાવવા માટે કારસો રચાયો છે, હાલ તપાસનિસ અધિકારી ફોન ઉપાડતા નથી એટલે તેમનો પ્રત્યાઘાત જાણી શકાયો નથી.

દરેડ ગામમાં આવેલા શિક્ષણ તાલીમ ભવનમાં સંગ્રહ કરાયેલા અને વિદ્યાર્થીઓને વિતરણ કરવાનાં પુસ્તકો વરસાદમાં પલળી ગયા હતાં. આ પ્રકરણે ભારે હોબાળો મચાવ્યો હતો. પછી ઉપરથી પાસનાં આદેશો છૂટયા હતાં. અને સમગ્ર પ્રકરણમાં કસુરવારનું નામ નક્કિ કરવા માટે શાસાનધિકારી ફાલ્ગુનિબેન પટેલની રાહબરી હેઠળ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીમાંથી આખેઆખી ફાઈલ જ ગુમ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ફાઈલ બીઆરસી કોઓર્ડીનેટર પાસે પહોંચી ગઈ છે.

જો કે શાસનાધીકારી કહે છે કે તપાસ ચાલે છે અને ડીપીઈઓને અહેવાલ સુપ્રત કરાશે. સમગ્ર પ્રકરણમાં કસુરવારોને બચાવવા માટે કાંઈક રંધાતું હોવાનું જોવા મળી રહ્યું છે.

પંચાયત શિક્ષણ વિભાગનાં અધિકારીનાં જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રકરણમાં કાંઈક ગેરસમજ થઈ હોય તેમ જણાવ્યું છે. ફાઈલ ગુમ થઈ નથી પરંતુ જેમણે રજુ કરી હતી તેમને જ પુર્તતા કરવા માટે સમિતિના સભ્યએ જ ફાઈલ સુપ્રત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh