Advertisement
Author: નોબત સમાચાર

સંસદનું શિયાળુ સત્ર સોમવારથી થશે શરૂ: હોબાળાની સંભાવના વચ્ચે મૂકાશે મહત્ત્વના બિલો

વન૫ેન્શન-વન ઈલેક્શન, વકફ બિલ અને 'વન નેશન વન સિવિલ' કોડના મુદ્દા ગુંજશે

નવી દિલ્હી તા. ર૩: સંસદના શિયાળુ સત્રનો રપ નવેમ્બરથી ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાશે. સંસદમાં અનેક મહત્ત્વના બિલ રજૂ કરાશે. વિપક્ષ આક્રમક મૂડમાં હોઈ, હોબાળાની સંભાવના છે.

૧૮ મી લોકસભાનું શિયાળુ સત્ર રપ નવેમ્બરથી શરૂ થશે અને ર૦ ડિસેમ્બર સુધી ચાલશે. ર૬ મી નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્ર યોજાશે. આ સત્ર જુની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. બંધારણની ૭પ મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણ દિવસનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા ર૪ નવેમ્બરે સંસદમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં સરકાર અને વિપક્ષની રણનીતિના પત્તા સામે આવશે.

રપ નવેમ્બરથી શરૂ થયેલું સત્ર ર૦ ડિસેમ્બરે સમાપ્ત થશે. સરકાર શિયાળુ સત્ર દરમિયાન વકફ સંશોધન બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરશે. સરકાર સત્ર દરમિયાન 'વન નેશન વન ઈલેક્શન' બિલ પણ રજૂ કરી શકે છે. સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા સરકાર રવિવારની બેઠકમાં તમમ પક્ષો, ખાસ કરીને વિરોધ પક્ષોને સરકારના આગામી સત્રના સંસદીય એજન્ડાની વિગતો આપશે. તે સંસદમાં ચર્ચાના વિવિધ વિષયોનો પણ ઉલ્લેખ કરશે.

'વન નેશન વન ઈલેક્શન' બિલ અને વકફ એમેન્ડમેન્ટ બિલને કારણે શિયાળુ સત્ર ગરમ રહેવાની પૂરી શક્યતાઓ છે.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે સરકાર એક રાષ્ટ્ર, એક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારત હવે 'વન નેશન વન સિવિલ કોડ' તરફ આગળ વધી રહ્યું છે, જે એક બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા છે. જો કે, કોંગ્રેસે આ વિચારને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, વડાપ્રધાને આ મુદ્દે સંસદમાં બધાને વિશ્વાસમાં લેવા પડશે.

આ સત્રમાં વકફ સુધારા બિલને પાસ કરાવવાના પ્રયાસો પણ થઈ શકે છે, જે હાલમાં સંસદની સંયુક્ત સમિતિ સાથે વિચારણા હેઠળ છે. આ કમિટી આ અંગે અહેવાલ આપવા માટે વિવિધ રાજ્યો સાથે નિયમિત બેઠકો કરી રહી છે.

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ ર૩ નવેમ્બરે જાહેર થવાના છે, જેના પર સંસદમાં ચર્ચા શક્ય છે. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજ્જુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે સર્વપક્ષીય બેઠક ર૪ નવેમ્બરના સવારે ૧૧ વાગ્યે સંસદ ભવનના એનક્સીમાં સ્થિત મુખ્ય સમિતિ રૂમમાં યોજાશે.

રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર સંસદીય કામકાજ માટે વર્ષ ર૦ર૪ (રપ નવેમ્બરથી ર૦ ડિસેમ્બર) ના શિયાળુ સત્રને શરૂ કરવાની મંજુરી આપી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ર૬ મી નવેમ્બરે બંધારણ દિવસની ૭પ મી વર્ષગાંઠ નિમિત્તે સંવિધાન ગૃહના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh