Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનો ચમકારોઃ લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષા પછી

જામનગર તા. ર૩: ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષા પછી જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ અડધા ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં પણ શિયાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં પણ તાપમાનમાં સતત ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છ ે.

નગરમાં આજે સવારે પુરા થતાં ચોવીસ કલાક દરમિયાન વધુ અડધા ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનતમ તાપમાન ૧૪ ડીગ્રી અને નહીંવત્ ઘટીને મહત્તમ તાપમાન ર૯.૮ ડીગ્રી નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે ગત્ ગુરુવારે લઘુતમ તાપમાન ૧૭.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. જેમાં છેલ્લા બે દિવસમાં અનુક્રમે ૩.પ ડીગ્રી અને અડધા ડીગ્રીથી વધુનો ઘટાડો થયો છે. તાપમાનમાં થઈ રહેલા ઘટાડાના પગલે નગરમાં અનુભવાતી ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭ ટકા વધીને ૭૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh