Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોને થઇ નાની-મોટી ઇજાઃ
જામનગરના લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ વચ્ચે આવેલા મોરકંડા ગામ પાસે ગઇરાત્રે પસાર થઇ રહેલી જીજે-૧૦-ટી-ડબલ્યુ-૯૯૬ નંબરની રીક્ષા સાથે સામેથી પૂરપાટ ઝડપે રોંગ સાઇડમાં ઘસી આવેલી જીજે-૩ કેએચ-૭૨૫૩ નંબરની સ્વીફટ મોટર ટકરાઇ પડતાં અકસ્માત સજાર્યો હતો. રિક્ષામાં મુસાફરી કરી રહેલા વ્યકિતઓને નાની મોટી ઇજા થઇ છે. દોડી આવેલી ૧૦૮માં ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત પછી થોડી મિનિટો માટે સર્જાયેલા ટ્રાફિકજામને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.