Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઈતેઈ-કુકી સમુદાય વચ્ચેની હિંસા રપ૮ ને ભરખી ગઈઃ
ઈમ્ફાલ તા. ર૩: મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં રપ૮ લોકોના મોત થયા છે. આ સંદર્ભે કેન્દ્ર એક્શનમાં છે અને વધુ ૧૦ હજાર સૈનિકો મોકલવાની તૈયારી થઈ રહી હોવાનું જાણવા મળે છે. મણિપુરમાં પહેલેથી તૈનાત ૧૯૮ ઉપરાંત કેન્દ્ર વધુ ૯૦ કંપનીઓને મણિપુર મોકલશે, તેમ જાણવા મળે છે.
ગયા વર્ષે મે મહિનાથી મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી જાતિ હિંસામાં અત્યાર સુધીમાં રપ૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે શુક્રવારે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે કેન્દ્ર દ્વારા સીએપીએફ (લગભગ ૧૦,૦૦૦ સૈનિકો) ની લગભગ ૯૦ વધુ કંપનીઓ રાજ્યમાં મોકલવામાં આવશે. રાજ્યમાં ૧૯૮ કંપનીઓ પહેલેથી જ હાજર છે.
ઈમ્ફાલમાં સુરક્ષા સમીક્ષા બેઠક પછી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કુલદીપ સિંહે કહ્યું, 'આતંકવાદીઓ સહિત કુલ રપ૮ લોકોના મોત થયા છે.' મંત્રીઓ અને ધારાસભ્યોની સંપત્તિની તોડફોડ અને આગચંપી કરવાના સંબંધમાં ૩ર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે લગભગ ૩,૦૦૦ લૂંટાયેલા હથિયારો મળી આવ્યા છે. અમને સીએપીએફની લગભગ ૯૦ કંપનીઓ મળી રહી છે. જે અગાઉ રાજ્યમાં મોકલવામાં આવેલી ૧૯૮ કંપનીઓ કરતા વધુ છે.
તેમણે કહ્યું કે તેમાંથી મોટી સંખ્યામાં કંપનીઓ ઈમ્ફાલ પહોંચી ગઈ છે. અમે નાગરિકો અને સંવેદનશીલ સ્થળોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે દળોનું વિતરણ કરી રહ્યા છીએ. બેઠક પછી તેમણે કહ્યું કે અધિકારીઓ દરેક જિલ્લામાં કોઓર્ડિનેશન સેલ અને જોઈન્ટ કંટ્રોલ રૂમની સ્થાપના કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial