Advertisement
Author: નોબત સમાચાર

આ નિર્ણય જનતાનો નથીઃ કાંઇક તો ગરબડ છેઃ સંજય રાઉત

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો અંગે તીખી પ્રતિક્રિયાઃ

મુંબઇ તા. ૨૩: મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનો ચૂંટણી પરિણામોમાં રકાસ થતાં ઉદ્ધવ ઠાકરે ગ્રુ૫ની શિવસેનાના નેતા સંજય રાઉતે તીખી પ્રતિક્રિયા આપી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહૃાા છે. જેમાં બીજેપી ગઠબંધન તોફાની તેજી પૂર્વક આગળ વધી રહૃાું છે. કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથનું નબળું પ્રદર્શન જોવા મળી રહૃાું છે. મહાયુતિ ૨૦૦ ને પાર પહોંચી છે. જયારે શિંદે જૂથ બીજા નંબરે અને પછી છે કોંગ્રેસ અને શિવસેનાનું જૂથ. બીજેપી એકલી જ પોતાના દમ પર ૧૦૦ કરતા વધારે બેઠકો પર આગળ છે. ત્યારે મહારાષ્ટ્રના શરૂઆતી પરિણામોને લઇને ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે.

ચૂંટણીના વલણોમાં મહાયુતિના જોરદાર કમબેકને લઇને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. હાલના રૂઝાનો મુજબ મહાયુતિ ૨૨૧ બેઠકો પર આગળ છે જયારે અઘાડી માત્ર ૫૫ બેઠકો પર આગળ છે. આ વલણો પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ જનતાનો નિર્ણય નથી. આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય હોઇ શકે નહીં. અમને ખબર છે કે મહારાષ્ટ્રના લોકો શું ઇચ્છે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમે જે જોઇ રહૃાા છીએ તેના પરથી એવું લાગે છે કે કંઇક ગરબડ છે. આ જનતાનો નિર્ણય નહોતો. દરેક વ્યકિત સમજી જશે કે અહીં શું ગરબડ છે. તેઓએ (મહાયુતિ) એવું કર્યું કે તેઓને ૧૨૦થી વધુ સીટો મળી રહી છે ? એમવીએને મહારાષ્ટ્રમાં ૭૫ સીટો પણ નથી મળી રહી ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh