Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખખડધજ નંબર પ્લેટ વગરના વાહનમાં કચરાના બદલે કેરણ- પથ્થર- માટી...!
જામનગર તા. ૨૩: જામનગર મહાનગરપાલિકાના કચરા ઉપાડવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંદકી અને દુર્ગંધનો વધુ એક વખત પર્દાફાશ નિડર અને લડાયક મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કર્યો છે.
મહાનગરપાલિકાની ખખડધજ અને સાવ જર્જરીત એવા વાહન પર બન્ને સાઈડમાં મનપાનું નામ લખેલું જોવા મળે જ છેં, પણ આ વાહનને નંબર પ્લેટ જ નથી ! નંબર પ્લેટ વગરના વાહનની છડેચોક શહેરના માર્ગો પર અવરજવર થાય તેમ છતાં આપણાં બહાદુર અને ટુ-વ્હીલર વાહન ચાલકો પ્રત્યે અત્યંત કડકરૂપી અપનાવનારા ટ્રાફિક પોલીસવાળાને તે નજરમાં જ આવ્યું નથી કે આવતુ નથી !
ટ્રાફિક નિયમો અને આરટીઓના નિયમો પ્રમાણે વાહન પર નંબર પ્લેટ ન હોય તો ડીટેઈન કરવા સુધીની કાર્વાહી કરવાની જોગવાઈ છે. એટલું જ નહીં સાવ ખખડધજ વાહનના પાસીંગ પીરીયડ અંગે તપાસ માંગી લ્યે છે. આખા વાહનોમાં કચરા ભરવાના બદલે વજનના ધોરણો નાણાં કમાઈ લેવાની લાલચમાં કેરણ અને માટી- પથ્થરના ફેરા સરાજાહેર થઈ રહ્યા છે. તેવું વધુ એક વખત પુરવાર થયું છે. મનપા તંત્રના ચોકકસ સંલગ્ન વિભાગની મીલીભગત અને કોન્ટકટર સાથેની નાણાંકીય લેવડ દેવડ વગર આવું કૌભાંડ સતત ચાલી ન જ શકે... વારંવાર કેરણ- પથ્થર- માટી ભરેલા કચરાના વાહનો ઝડપાયા છે છતાં મનપા તંત્રએ પગલાં ભર્યા નથી ! તેનો સીધો મતલબ આ કૌભાંડમાં કોઈ ઉચ્ચ અધિકારી અને શાસકપક્ષના ઉચ્ચ નેતાની સંડોવણી જ હોય શકે છે. સમગ્ર મામલે મ્યુનિ. કમિશનરને કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જામનગરમાં કચરો ઉપાડતા વાહનો અત્યંત ખરાબ હાલતમાં છે તે અંગે પણ યોગ્ય કરવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial