Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આડા સંબંધના મામલે કરાઇ હતી હત્યાઃ આરોપીના રિમાન્ડ માટે પોલીસની તજવીજઃ
ખંભાળિયા તા. ૨૩: કલ્યાણપુરના ખીજદડ ગામના એક યુવાનની આડા સંબંધના મામલે બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. જે મહિલા સાથે આ યુવાનને સંબંધ હોવાનું કહેવાઇ રહૃાુ છે. તે મહિલાના પતિને સંબંધની જાણ થઇ જતાં આ યુવાનની તેણે હત્યા નિપજાવ્યાનું બહાર આવ્યું હતું. સંગીન ગુન્હાને અંજામ આપી આરોપી પોબારા ભણી ગયો હતો. તેને પકડી પાડવા પોલીસે શરૂ કરેલી કવાયતમાં ગઇકાલે સાંજે આ આરોપી નગડીયા ગામ પાસેથી ઝડપાઇ ગયો છે. તેને જે ધોકાથી હત્યા નિપજાવી હતી તે ધોકો પોલીસને સોંપ્યો છે. આરોપીની વિધીવત ધરપકડ કરી પોલીસે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામમાં રહેતાં વિરમદેવસિંહ કરણુભા જાડેજા (ઉ.વ. ૩૦) નામના યુવાનની ખીજદડ ગામના જ ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના શખ્સે માથામાં બોથડ પદાર્થ ઝીંકી કરપીણ હત્યા નિપજાવી હતી. ચંદ્રસિંહના પત્નિ સાથે મૃતક વિરમદેવસિંહને સંબંધ હોવાની જાણ પતિ ચંદ્રસિંહને થઇ ગયા પછી બે દિવસ પૂર્વે વિરમદેવસિંહને મળવા માટે વાડીએ બોલાવી ચંદ્રસિંહે તેની હત્યા કરી નાખ્યાંની ફરિયાદ મૃતકના ભાઇ સંજયસિંહ જાડેજાએ પોલીસમાં નોંધાવી હતી. કલ્યાણપુર પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધ શરૂ કરી હતી જેમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેની સૂચનાથી ડિવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઇ. કે.કે. ગઢવી, પીએસઆઇ ઉષાબેન અખેડ, વી.આર. શુકલ, કે.જે. રાજવી તથા સ્ટાફ દ્વારા આરોપીની શોધ કરાતી હતી.
હત્યાને અંજામ આપી પલાયન થયેલો આરોપી ચંદ્રસિંહ કલ્યાણપુર પંથકમાં જ હોવાની પાકી બાતમી પોલીસને મળી હતી. તેના પગલે આરોપીની શોધ સઘન બનાવાઇ હતી. જેમાં નગડીયા ગામથી પોરબંદર તરફના રસ્તા પરથી ગઇકાલે સાંજે આરોપી ચંદ્રસિંહ ઝડપાઇ ગયેલ છે. આ શખ્સની પીએસઆઇ કે.જે. રાજવીએ અટકાયત કરી કલ્યાણપુર પોલીસ મથકમાં ખસેડયો છે. તેની પ્રાથમીક પૂછપરછમાં ખૂલ્યા મુજબ હત્યાને અંજામ આપ્યા પછી સ્થળ પરથી પલાયન થઇ ચંદ્રસિંહ રાવલ ગામની આજુબાજુમાં આવેલા ખેતરોમાં રોકાઇ ગયો હતો. તથા ગઇકાલે આખો દિવસ ત્યાં વિતાવ્યા પછી સાંજના સમયે પોરબંદર હાઇ-વે પર નિકળી જવા માટે તે બહાર નિકળતા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ શખ્સે જે બોથડ પદાર્થ વિરમદેવસિંહના માથામાં ઝીંકયો હતો તે લાકડાંનો ધોકો કબ્જે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા તરીકે આઇપીએસ નિતેશ પાંડેએ ચાર્જ સંભાળ્યો છે તે પછીથી જેટલી પણ રહસ્યમય હત્યા કે જેમાં અમુક હત્યામાં પણ આરોપીના સગડ જ નહીં પરંતુ નામ ઉપસી આવ્યા ન હતાં તેવા ગુન્હા પણ ઉકેલી નાખવામાં આવ્યા છે. ભારે ગુન્હાના આરોપીઓને પકડી પાડવામાં સફળતાના રેકોર્ડને જાળવી રાખવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial