Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં પ્લેન ક્રેશની કળ વળી નથી ત્યાં
અમદાવાદ તા. ૧૩: અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી હવે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા આ કદમ ઉઠાવવું પડ્યું હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફલાઈટ ક્રેશ થયા પછી હજુ પરિસ્થિતિ થાળે પડી નથી ત્યાં આજે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા આજે શુક્રવારે કુકેત એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફલાઈટ તાત્કલિક ધોરણે લેન્ડ થઈ હતી. કુકેત એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે એર ઈન્ડિયાની ફુકેતથી દિલ્હી જઈ રહેલી એઆઈ-૩૭૯ ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ પ્લેનમાં ૧પ૬ મુસાફરો સવાર હતાં. તમામને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યાં છે.
ફલાઈટ ટ્રેકર ફલાઈટ ટ્રેડર ૨૪ અનુસાર, આ ફ્લાઈટ ફુકેત એરપોર્ટથી દિલ્હી આવવા રવાના થઈ હતી. પરંતુ અચાનક આંદામાન દરિયાથી પરત ફરી થાઈ આઈલેન્ડ ફુકેત એરપોર્ટ પર પરત ફરી હતી. એરપોર્ટ ઓફ થાઈલેન્ડ ના સત્તાધીશોએ જણાવ્યું કે, વિમાનની ઉડાન બાદ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેથી સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતા પ્લેનનું પાછુ કુકેત એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે, એરપોર્ટ ઓફ થાઈલેન્ડે બોમ્બની ધમકી વિશે કોઈ વધુ માહિતી આપી નથી.
અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટેકઓફ થતાં જ વૃક્ષ અને બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં સવાર ૨૨૯ મુસાફરો, બે પાયલોટ અને ૧૦ ક્રુ સભ્યોના નિધન થયા હતા. માત્ર એક મુસાફર જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. આ વિમાન બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર મોડલ હતું. આ ૧૧ વર્ષ જુનું વિમાન અગાઉ એક મહિના પહેલાં પણ ટેકનિકલ ખામીના કારણે ઉડાન ભરી શક્યું ન હોવાના અહેવાલો મળ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial