Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના એક યુવાન ગઈ તા.રની બપોરે ઘરેથી ખેતરે જવાનું કહીને નીકળ્યા પછી ભેદી સંજોગોમાં લાપત્તા બની ગયા છે. તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનું વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતા ચંદુલાલ માવજીભાઈ વઘેરા નામના ચાલીસ વર્ષના યુવાન ગઈ તા.રની બપોરે સાડા બારેક વાગ્યે પોતાના ઘરેથી ખેતરે જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે.
આ યુવાન સાંજે સાડા પાંચેક વાગ્યે જ્યારે તેમના પત્ની દક્ષાબેન ખેતરે પહોંચ્યા ત્યારે ત્યાં જોવા ન મળતા દક્ષાબેને મોબાઈલ પર ચંદુલાલનો સંપર્ક કર્યાે હતો પરંતુ તેમાં ફોન બંધ હોવાનું જણાઈ આવ્યું હતું.
ત્યારપછી ચંદુલાલની તમામ સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરાવવામાં આવી હતી તેમ છતાં પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરાઈ છે. ઉપરોક્ત યુવાન પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ અને શ્યામવર્ણ ધરાવે છે. છેલ્લે તેઓએ કાળુ ટી-શર્ટ અને કાળા રંગનું નાઈટ ડ્રેસનું પેન્ટ પહેરેલુ હતું. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશન અથવા ૯૯૭૯૯ ૨૧૬૮૮નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial