Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯૬૫ના યુદ્ધમાં બળવંતરાય મહેતા અને ગઈકાલે વિજયભાઈ રૂપાણીનું નિધનઃ
અમદાવાદ તા. ૧૩: ગુજરાતના બે પૂર્વ સીએમના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. ભૂતકાળમાં બળવંતરાય મહેતાના વિમાનને ૬૫ના યુદ્ધ વખતે તોડી પડાયું હતું. જયારે લંડન જતી ફલાઈટ ક્રેશ થતાં ગુજરાતે વિજય રૂપાણી ગુમાવ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને પૂર્વ સીએમ વિજય રૂપાણી, આ બંને મુખ્યમંત્રી એવા હતા, જેમનાં મૃત્યુ પ્લેન ક્રેશના કારણે થયાં હતાં. ૧૯૬૫માં પાકિસ્તાને બળવંતરાયના પ્લેન પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત થયું હતું, જ્યારે આજે (૧૨ જૂન, ૨૦૨૫) ગુરુવારે અમદાવાદથી ૨૪૨ પેસેન્જર લઈને લંડન જતી ફ્લાઈટ અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થઈ તેમાં ગુજરાતના ૧૬મા પૂર્વ વિજય રૂપાણી પણ બેઠા હતા. વિજયભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને 'સંવેદનશીલ મુખ્યમંત્રી'નું બિરુદ મળેલું, તેમને ગુમાવતાં ગુજરાતમાં શોક છવાયો છે.
બળવંતરાય ભારતમાં પંચાયતી રાજના પિતા ગણાય છે. તેમની પ્રેરણા અને પ્રયાસોને પગલે દેશમાં પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરનારા બળવંતરાય મહેતા એવા પ્રથમ અને એકમાત્ર મુખ્યમંત્રી હતા, જેઓ ૧૯૬૫માં પાકિસ્તાન સાથેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા. બળવંતરાય લોકસેવા એવા મસિહા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન લોકોની સેવામાં ખર્ચી નાખ્યું, પરંતુ નવી પેઢીઓ કદાચ આજે તેમને ભૂલી ચૂકી છે, પરંતુ તેમની લોકસેવા માટે જે ઈમારતોનું નિર્માણ કરાવ્યું હતું એ આજે પણ ઊભી છે. ૧૯મી ફેબ્રુઆરી, ૧૮૯૯ના રોજ જન્મેલા બળવંતરાય મહેતાનું નિધન ૧૯મી સપ્ટેબર, ૧૯૬૫ના થયું હતું.
૧૯૬૫માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેઓ ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી હતા. ગુજરાત પાકિસ્તાનનું સરહદી રાજ્ય હોવાથી યુદ્ધ દરમિયાન તેમણે સરહદી વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા કચ્છના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. એ સમયે તેમની સાથે સિવિલિયન પ્લેનમાં તેમનાં પત્ની સરોજબહેન પણ હતાં.
તેમનું સિવિલિયન પ્લેન ભારતીય હવાઈ સીમામાં ઊડી રહૃાું હતું ત્યારે જ પાકિસ્તાનના ફાઇટર વિમાનોએ તેમના વિમાન પર હુમલો કર્યો હતો અને વિમાનને કચ્છના સુથરી ગામ નજીક તોડી પાડ્યું હતું. કચ્છના અબડાસા તાલુકામાં તેમની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવેલું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial