Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ પ્લેન ક્રેશના હતભાગી
અમદાવાદ તા. ૧૩: અમદાવાદ પ્લેન ક્રેશમાં પ મૃતદેહોની ઓળખ કરી પરિજનોને સોંપ્યા છે, તથા રપ૦ થી વધુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે.
એર ઈન્ડિયાના અમદાવાદથી લંડન જતા વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ર૬૮ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે, જ્યારે રૂપાણી સહિત ૪૦ મૃતકના ડીએનએ મેચ કરવાના બાકી છે. પોલીસ તંત્ર દ્વારા પણ સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના આપી તેમની સંભાળ રાખવામાં આવી રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત ૭૦ થી ૮૦ ડોક્ટર્સ ગુરુવારથી કાર્ય કરી રહ્યા છે. આ પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા પછી આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોંપવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં ર રાજસ્થાન, ર ભાવનગર અને ૧ મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. આમ પોસ્ટમોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાના ડીએનએ સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં મૃતકોના નજીકના સગા-સંબંધીઓ માટે ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને માતા-પિતા કે સંતાનોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે, જો કે ડીએનએ મેચ થયા પછી પરિવારજનોને મૃતદેહ સોંપાશે અને આ રિપોર્ટ આવતા ત્રણ દિવસનો સમય લાગશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial