Advertisement
Author: નોબત સમાચાર

ઈરાને ઈઝરાયલ પર ૧૦૦થી વધુ ડ્રોન છોડી કર્યો વળતો પ્રહારઃ યુદ્ધના એંધાણ

ઈઝરાયલે તહેરાન પર હુમલો શરૂ કર્યા પછી

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૧૩: ઈરાને ઈઝરાયલ પર વળતો હુમલો કર્યો છે અને ૧૦૦થી વધુ ડ્રોન છોડયા છે. તે પહેલા ઈઝરાયલે ઈરાનના ૪ પરમાણુ, ૨ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ કારણે યુદ્ધ ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે.

ઈરાને ૧૦૦થી વધુ ડ્રોન વડે ઈઝરાયલ સામે બદલો લીધો છે. ઈઝરાયલી સેના આઈડીએફએ કહૃાું કે તે આ ડ્રોનને હવામાં તોડી પાડી રહી છે. આઈડીએફએ ચેતવણી આપી છે કે ઈરાન ટૂંક સમયમાં મોટો મિસાઈલ હુમલો કરી શકે છે. આજે સવારે ઇઝરાયલે ૨૦૦ ફાઈટર જેટ વડે ઈરાન પર હુમલો કર્યો હતો.

ઇઝરાયલી સેનાએ તેહરાનની આસપાસના ઓછામાં ઓછા ૬ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ ૬ સ્થળોમાંથી ૪ સ્થળોએ પરમાણુ સ્થળો પણ હાજર છે. ઈરાનના રાજ્ય મીડિયાએ પુષિટ આપી છે કે ઈઝરાયલી હુમલામાં ઈસ્લામમિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના કમાન્ડર હુસૈન સલામીનું મૃત્યુ થયું છે.

અલ-ઝઝીરા અનુસાર, ઈરાનના બે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકો, મોહમ્મદ મેહદી તાહરાંચી અને ફરેદૂન અબ્બાસી પણ આ હુમલામાં માર્યા ગયા છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને કેટલાક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ આ હુમલામાં માર્યા ગયા છે. આ દરમિયાન, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ કહૃાું કે અમારી સેના ઇઝરાયલને સજા વિના જવા દેશે નહીં.

આ તંગદીલી વધતા મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે આ હુમલાની પુષ્ટી કરતાં કહૃાું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ  પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે.

૨૦ વર્ષમાં પહેલી વાર  આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સે ગુરુવારે નિરીક્ષકો સાથે કામ ન કરવા બદલ ઈરાનની આકરી ટીકા કરી હતી.  ઈરાને તરત જ જાહેરાત કરી કે તે દેશમાં ત્રીજી સંવર્ધન સાઇટ સ્થાપિત કરશે અને કેટલાક સેન્ટ્રીફ્યુજને વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુજથી બદલી નાખશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં વર્ષોથી ઈઝરાયલ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવા પ્રયાસ કરી રહૃાું છે. તેણે આ મામલે ઘણીવાર તેને ચેતવણી પણ આપી હતી. જ્યારે અમેરિકાએ પણ આ મામલે ઈરાનને ચેતવણી આપતાં ગઇકાલે જ તેમના નાગરિકોને મધ્યપૂર્વના દેશોને છોડીને વતન પરત કરવા આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સાથે ઈરાન પણ હવે ઈઝરાયલના આ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ અને ઓફિસો બંધ રાખવા કહેવાયું છે. લોકોને બંકરોમાં છુપાવા કહેવામાં આવ્યું છે. ઈઝરાયલ અગાઉ બે વખતની જેમ ભયાનક રીતે મિસાઈલ હુમલા કરી શકે છે.

ઈઝરાયલે આજે સવારે જ કહૃાું કે અમે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઈરાનના તહેરાનમાં ઠેર ઠેર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહૃાા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહૃાું કે ઈઝરાયલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વિજ્ઞાનીઓ ઉપર પણ હુમલો કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh