Advertisement
Author: નોબત સમાચાર

ગરીબ પરિવારોમાં ઉત્તરક્રિયા, સંતાનોના લગ્ન, યજ્ઞ, ઉપનયન વિધિનો ખર્ચ ભૂદેવ કર્મકાંડી સમિતિ ભોગવશે

જામનગરની ભૂદેવ કર્મકાંડી સમિતિનું સરાહનીય પગલું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જન્મથી લઈને મૃત્યુ સુધીના જીવનકાળ દરમ્યાન આવતી જુદી-જુદી ૧૬ સંસ્કાર વિધિ તેમજ પિતૃકાર્ય, યજ્ઞ, સત્યનારાયણ કથા, વાસ્તુ પૂજન જેવી અનેક સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિથી જોડાયેલ કર્મકાંડી ભૂદેવોની સંસ્થા એટલે "ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર" દ્વારા "વિશ્વ બ્રાહ્મણ દિવસે" એક પ્રેરણારૂપ જાહેરાત કરી છે. સમિતિના પ્રમુખ શાસ્ત્રી કપિલભાઈ પંડયાએ મીડિયા સાથેના સંવાદમાં એવી જાહેરાત કરી છે કે જામનગર શહેર કે જિલ્લામાં રહેતા હિન્દુ સનાતન ધર્મના કોઈપણ જ્ઞાતિના અતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના લોકો માટે જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તે પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયેલ હોય કે એકલવાયુ જીવન જીવતા હોય તેવી વ્યક્તિની ઉત્તરક્રિયાનો તમામ ખર્ચ ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર ઉઠાવશે. સમિતિ દ્વારા તા. ૩૧ મે અને ૧ જૂનના આયોજિત "ઉપનયન સંસ્કાર અને બ્રહ્મ ભોજન" કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલ વાતચીતમાં સંસ્થાના પ્રમુખની આ જાહેરાતને ભૂદેવ કર્મકાંડી સમિતિના સભ્યોએ એક સૂરે વધાવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે દેવાધિદેવ મહાદેવની કૃપાથી અમો કર્મકાંડી ભૂદેવોના ઈરાદા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો અને કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર વૈદિક શાસ્ત્રો હેતુ આર્થિક ઉપાર્જનનો જ નથી પરંતુ જન સેવાનો છે અને તે માટે અમો ભૂદેવ કર્મકાંડ સમિતિ, સમાજની તન-મન-ધનથી યથોચિત સેવા કરવા માંગીએ છીએ.

માત્ર ઉત્તરક્રિયા જ નહીં, જે પરિવારમાં કોઈ આવકનું સાધન ન હોય, તેવા પરિવારના સંતાનોના લગ્નવિધિ ભૂદેવ કર્મકાંડ સમિતિ દ્વારા નિઃશુલ્ક રીતે કરી આપવામાં આવશે. સનાતન ધર્મના અઢારએ વર્ણ માટે આ સેવા ઉપલબ્ધ રહેશે. વધુ વિગતો અને આ સેવાનો લાભ લેવા પ્રમુખ કપિલભાઈ પંડયા (મો. ૯૯૨૫૭ ૫૨૦૪૯) નો સંપર્ક કરવો. ઉપરોક્ત વિગત ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર મીડિયા કન્વીનર સચીન જોશીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh