Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહેલી સવારે અમદાવાદ પહોંચીને પી.એમ. મોદીએ રાહત-બચાવ કાર્યોની માહિતી મેળવીઃ એક માત્ર જિવિત રહેલા વ્યક્તિને મળ્યા અને અંજલિબેન રૂપાણીને સાંત્વના આપી
અમદાવાદ તા. ૧૩: ગઈકાલે થયેલી વિમાન દુર્ઘટનાના સ્થળનું નિરીક્ષણ કર્યા પછી આજે સવારથી અમદાવાદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં પીડિતોને સાંત્વના આપી હતી. તેઓએ રાહત-બચાવ કામગીરીની વિગતો મેળવી આ દુર્ઘટનામાં બચી ગયેલા એક જિવિત યાત્રીની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાને પૂર્વ સી.એમ., દિવંગત વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેનને સાંત્વના આપી હતી.
આજે વહેલી સવારે અમદાવાદ પહોંચેલા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ દુર્ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, અધિકારીઓએ તેમને રાહત અને બચાવ કાર્ય તેમજ અન્ય તાજેતરના અપડેટ્સ વિશે વિગતવાર જાણકારી આપી હતી. સ્થળ નિરીક્ષણ પછી વડાપ્રધાન ઘાયલોના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેઓ લગભગ ૨૦ મિનિટ સુધી રોકાયા હતા.
લંડન જઈ રહેલા આ એર ઇન્ડિયાના યાત્રી વિમાનમાં બે પાઇલટ, કેબિન ક્રૂના ૧૦ સભ્યો સહિત કુલ ૨૪૨ લોકો સવાર હતા. આ ભયાનક દુર્ઘટનામાં સદનસીબે માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો છે. એર ઇન્ડિયાએ ગુરુવારે મોડી રાત્રે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી હતી કે, અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના તરત જ તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. નિવેદનમાં જણાવાયું હતું કે, *અમને જણાવતા દુખ થાય છે કે વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.* કંપનીએ વધુમાં જણાવ્યું કે, એકમાત્ર જીવિત વ્યક્તિ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાકીના તમામ લોકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. આ એક માત્ર જીવિત મુસાફરની પણ વડાપ્રધાને મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા. પીએમ મોદીએ આ દરમિયાન વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની પણ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી.આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતાં.
સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક દરમિયાન ઉંડાણપૂર્વક પ્રશ્નોતરી કરીને જરૂરી માહિતી મેળવી હતી અને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ જરૂરી આદેશો પણ આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial