Advertisement
Author: નોબત સમાચાર

કાળજુ કંપાવતી વિમાન દુર્ઘટના ર૯૦ જિંદગીઓને ભરખી ગઈઃ કરૃણ દૃશ્યો

અમદાવાદની હૃદયદ્રાવક કરૃણાંતિકાઃ  હૈયાફાટ રૃદનઃ કાટમાળના ઢગલાઃ ભડથું થઈ ગયેલા મૃતદેહોઃ સળગેલી બિલ્ડીંગો વચ્ચે રાહત-બચાવના દૃશ્યો

                                                                                                                                                                                                      

અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશની અતિ ગમખ્વાર કરૃણાંતિકાની હૃદય હચમચાવી મૂકે તેવી તસ્વીરોમાં આ કમનસીબ પ્લેનના વેરવિખેર થયેલા સળગીને ભષ્મીભૂત થઈ ગયેલા કાટમાળ, નજરે પડે છે. આ ઘટના સ્થળે દુર્ઘટના સર્જાયા પછી ફાયરબ્રિગેડ સહિતની રાહત-બચાવ ટૂકડીઓ દ્વારા આગ ઠારવા, મૃતદેહોને, ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવાની યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરી નજરે પડે છે. આ વિમાન ક્ષતિગ્રસ્ત થયા પછી સળગતી હાલતમાં અતૂલ્યમ મેડિકલ હોસ્ટેલના ચાર બિલ્ડીંગ સાથે ધડાકાભેર અથડાયું હતું અને જેમાં એક બિલ્ડીંગમાં તો વિમાનનો મોટો હિસ્સો દીવાલો તોડીને અંદર ઘૂસી ગયો હતો. આ હોસ્ટેલના બિલ્ડીંગમાં બપોરના સમયે મેસ રૃમમાં ભોજન કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતાં. આસપાસ રહેલા વાહનોમાં પણ તૂટભાંગ થઈ હતી. વિમાનના મુખ્ય ભાગના તો ટૂકડા થઈ સળગી ગયેલા મૃતદેહોના ઢગલા થઈ ગયા હતાં. સમગ્ર વિસ્તારને પેરામિલીટ્રી ફોર્સ તથા પોલીસતંત્ર દ્વારા કોર્ડન કરી સતત બચાવની કામગીરી કરવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં પ્લેનમાં ક્રૂ-મેમ્બર્સ સહિત ર૪ર વ્યક્તિ હતાં, જેમાંથી એક જ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સહિત બાકીના તમામ ર૪૧ યાત્રીઓના મૃત્યુ નિપજ્યા હતાં. આ ઉપરાંત મેડિકલ હોસ્ટેલના બિલ્ડીંગોમાંથી પણ અંદાજે પ૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે, જેમાં સત્તાવાર રીતે પણ તબીબી છાત્રોના મોત થયાનું જાહેર થયું છે, પણ સત્તાવાર કુલ મૃત્યુઆંક ર૯૦ દર્શાવાયો હોય, ર૪૧ યાત્રીઓ સિવાય ૪૯ જેટલા અન્ય લોકોના પણ મૃત્યુ આ દુર્ઘટનામાં થયા છે. સમગ્ર વિસ્તારમાં આક્રંદ, સગા-સ્નેહીઓ, પરિવારજનોની ચિંતાજનક દોડધામથી સમગ્ર માહોલ અતિ સંવેદનશીલતા સાથે શોકમગ્ન બની ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh