Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ગોમતી નદી પર પંચકૂઈ જવા માટે રૂપિયા ૧૪.૧૧ કરોડના ખર્ચે બનશે અદ્યતન સુદામા સેતુ

મોરબી દુર્ઘટના પછી એમ.એસ. સ્ટીલનું મટિરિયલ ધરાવતો આ પુલ બંધ કરાયો હતોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: રાજ્ય સરકાર તરફથી રૂ. ૧૪.૧૧ કરોડની મંજુરી મળી જતા લાંબા સમયથી બંધ પડેલ દ્વારકાનો સુદામા સેતુ અદ્યતન નવો કેબલ બ્રિજ બનશે. તેનું ટેન્ડર જાહેર થયું છે.

દ્વારકામાં ગોમતી કાંઠે ભારે અકર્ષણરૂપ તથા બેટદ્વારકાનો સુદર્શન સેતુ નહોતો ત્યારે જ્યાં લોકોના ટોળા ઉમટતા તથા ગોમતીથી પંચકૂઈ જવા માટે જે મોટો મહત્ત્વનો રસ્તો હતો તે સુદામા સેતુ મોરબીની પુલ દુર્ઘટનાના પગલે લાંબા સમયથી બંધ કરી દેવાયો હતો તથા લોકોને પાણીમાં ચાલીને કે બીજે તરફથી ફરીને પંચકૂઈ જવું પડતું તે મટે રાજ્ય સરકાર દ્વારા ૧૪.૧૧ કરોડના ખર્ચે સુદામા સેતુનં નવીનિકરણ હાથ ધરવામાં આવતા લોકો- ભાવિકોમાં ભારે આંદની લાગણી ફેલાઈ છે.

દ્વારકા જિલ્લા આર. એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર શ્રી ઉત્તમભાઈ ચૌધરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ સુદામા સેતુ નવો પુલ કરવા માટેનું ટેન્ડર પણ સરકાર દ્વારા ઈ.પી.સી. બહાર પાડ્યું છે, જેમાં તા. ૩૦/૬ સુધીમાં જોઈ શકાશે અને તા. ૮-૭-ર૦રપ ના ટેન્ડર ખુલશે. હાલ જે સુદામા સેતુ છે તેમાં એમ.એસ. સ્ટીલ મટિરિયલ વપરાયું છે. તેના બદલે નવો પુલ સ્ટેનલેસ સ્ટીલ મટિરિયલનો બનશે તથા હાલના પુલનું તમામ સુપર સ્ટ્રક્ચર બાંધકામ તોડી નખાશે. માત્ર પુલના પાયા મપીલર રખાશે જેનું પણ મજબુતિકરણ કરાશે અને આર. એન્ડ બી. વિભાગ દ્વારકાની દેખરેખમાં આ પુલનું નવનિર્માણ થશે.

દેવસ્થાન સમિતિ રૂ. પાંચ કરોડ અને યાત્રાધામ વિકાસ બોર્ડ રૂ. ૯.૧૧ કરોડ ખર્ચશે

આ પ્રોજેક્ટમાં જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના દ્વારા દ્વારકા મંદિર દેવસ્થાન સમિતિમાંથી પાંચ કરોડ આર. એન્ડ બી. વિભાગ કાર્ય. ઈજનેર દ્વારકા જિલ્લાને આપતા કાર્ય શરૂ થયું છે. જ્યારે ૯.૧૧ કરોડ માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના દ્વારા ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડને જણાવ્યું છે. જેથી પુલનું બાકીનું કાર્ય તેમની ગ્રાન્ટમાંથી થાય. રાજ્ય સરકારે ૧૪.૧૧ ની તાંત્રિક મંજુરી પણ આપી દીધી છે.

નવો બનનાર સુદામા સેતુ ખૂબ જ મજબૂત તથા કેવલ બ્રિજ ટાઈપનો બનશે જેથી અકસ્માત કે તૂટવાનો ભય ના રહે. લાંબા સમયથી બંધ સુદામા સેતુના સ્થાને સરકારે જંગી રકમનો નવો પુલ મંજુર કરતા લોકો-ભાવિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના તથા કાર્ય. ઈજનર શ્રી ઉત્તમ ચૌધરી દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh