Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જથ્થો રાખનાર તથા ટ્રક ડ્રાઈવર-ક્લિનરની ધરપકડઃ
જામનગર તા. ૧૩: જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલા એક ભરડીયામાં બુધવારની રાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ૧૫૮૦ લીટર બાયોડીઝલ કબજે કર્યું છે. આ જથ્થો તે ભરડીયામાં રાખનાર શખ્સ તેમજ દ્વારકા તાલુકાના હમુસર ગામના ટ્રક ડ્રાઈવર, ક્લિનર સામે પીઆઈએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગર-કાલાવડ રોડ પર આવેલા ઠેબા બાયપાસ નજીક એક ભરડીયામાં બાયોડીઝલ જેવું જવલનશીલ પ્રવાહી રાખી તેનું વેચાણ કરાતું હોવાની બાતમી પરથી ગઈકાલે બુધવારે રાત્રે પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે. રાઠોડે લાલપુર વિભાગના એએસપી પ્રતિભાના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા જુમાભાઈના સ્ટોન ક્રશરથી ઓળખાતા ભરડીયામાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ૧૫૮૦ લીટર ભેળસેળયુક્ત બાયોડીઝલ જેવું જવલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. સ્થળ પરથી એક બોલેરો તથા ટ્રક પણ પોલીસે ડીટેઈન કર્યા છે. આ જથ્થો કાસમ ઈકબાલ ખફી નામના ધરારનગર-૧માં રહેતા શખ્સે ત્યાં રાખ્યો હોવાનું ખૂલ્યું છે. તેણે ટ્રક ડ્રાઈવર દ્વારકા જિલ્લાના હમુસર ગામના અનવર દાઉદ હોંધીયા તથા ટ્રકના ક્લિનર મુસા ઓસમાણ હોંધીયાને તેઓના ટ્રકમાં ભરી આપવાનું કૃત્ય કર્યું હતું. પીઆઈ વી.જે. રાઠોડે ખુદ ફરિયાદી બની કાસમ ઈકબાલ ખફી, અનવર દાઉદ તથા મુસા ઓસમાણ સામે મંજૂરી મેળવ્યા વગર જ જવલનશીલ પદાર્થ અનઅધિકૃત રીતે રાખી, વેચાણ કરી રહેણાંક વિસ્તારમાં આ પ્રકારનું પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવવા અંગે ફરિયાદ નોંધાવી છે.
ત્યાંથી મળી આવેલા રૂ.૧૧,૬૯૨૦ની કિંમતના પ્રવાહી ઉપરાંત બોલેરો અને ટ્રક મળી કુલ રૂ.૨૧,૧૬,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial