Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગરના પંચવટી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગઈકાલે સાંજે જુગાર રમતા આઠ મહિલા ઝડપાયા હતા. પટમાંથી રૂ.૧૦૩૦૦ રોકડા કબજે કરાયા હતા. ખંભાળિયાના ધરારનગરમાં એક મહિલાના મકાનમાં જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને ઝડપી લીધા હતા અને રૂ.૧૦૨૦૦ ઝબ્બે લીધા હતા.
જામનગરના પંચવટી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં કેટલાક મહિલાઓ એકત્ર થઈ પાર્કિંગમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સુચનાથી પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ત્યાં આવેલા ભગવતી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાના વડે તીનપત્તી રમતા રાધાબેન જીતેન્દ્રભાઈ વિઠ્ઠલાણી, અફસાનાબેન ફકીરમામદ સંધી, રેશ્માબેન કાસમભાઈ લાખા, કિરણબા માનસંગ કંચવા, રેખાબેન યોગેશભાઈ શાહ, મધુબેન બિપીનભાઈ રાવલ, વર્ષાબેન સંજયભાઈ ધ્રુવ, દક્ષાબેન દિલીપભાઈ ખીરસરીયા નામના આઠ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૩૦૦ રોકડા કબજે કરી તમામ મહિલાઓને નોટીસ પાઠવી છે.
ખંભાળિયા શહેરના ધરારનગરમાં એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે ખંભાળિયાના ડીવાયએસપી કચેરીના પીએસઆઈ એમ.આર. રાજપૂત તથા સ્ટાફે ધરારનગરમાં જીગુબેન ગીરીદાસ હરિયાણી નામના મકાનમાં દરોડો પાડયો હતો.
આ મકાનમાં નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા રાણસુર રામભાઈ કારીયા, અકબર હુસેન લંઘા, ભારમલ ખીમાભાઈ ધારાણી નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૧૦૨૦૦ રોકડા કબજે કરી ત્રણેય શખ્સની ધરપકડ કરી છે અને જીગુબેન ગીરીદાસ તથા ગીતાબેન મનિષભાઈ વાઢેરની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial