Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જણસ ખરીદી રૂ.૧.૮૬ લાખ ન ચૂકવી બતાવી દીધો ઠેંગોઃ
જામનગર તા. ૧૧: જામનગરના જાંબુડા ગામના એક ખેડૂત સહિત બે ખેડૂતે મોટી બાણુંગાર ગામના બે વેપારી પિતા-પુત્રને પોતાની રાઈ-જીરૂ સહિતની જણસ વેચ્યા પછી આ વેપારીઓએ રૂ.૧,૮૬,૪૬૮ની રકમ બાકી રાખી દઈ ઠેંગો બતાવતા એક ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત કરનાર પિતા-પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-જોડિયા રોડ પર આવેલા જાંબુડા ગામમાં પટેલવાસમાં રહેતા સુરેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી નામના ખેડૂતે જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના પ્રભુલાલ હીરજીભાઈ ભેંસદડીયા તથા તેના પુત્ર વિશાલ પ્રભુલાલ સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ માર્ચ ૨૦૨૧માં પ્રભુલાલ તથા વિશાલનો સંપર્ક થયા પછી સુરેશભાઈએ પોતાના ખેતરમાં ઉગેલા રાઈ તથા જીરૂનું વેચાણ કરવા માટે વાતચીત કરી હતી અને પ્રભુલાલ તથા વિશાલે રૂ.૩,૭૦,૭૫૬ની કિંમતની સુરેશભાઈની જણસ ખરીદી હતી. તેમાંથી રૂ.૩ લાખ ચૂકવી દેવાયા હતા અને બાકીના રૂ.૭૦,૭૫૬ પિતા-પુત્રએ ચૂકવ્યા ન હતા.
આવી જ રીતે તુષારભાઈ વસંતભાઈ સાપોવડીયા નામના ખેડૂત પાસેથી પણ પ્રભુલાલ તથા વિશાલ ભેંસદડીયાએ રૂ.૩,૮૬,૪૬૮ની કિંમતની જણસ ખરીદી હતી તેમાંથી રૂ.ર લાખ આપી દઈ રૂ.૧,૮૬,૪૬૮ બાકી રાખ્યા હતા. બંને ખેડૂતોને રૂ.૨,૫૭,૨૨૪ની રકમ ન ચૂકવી પ્રભુલાલ તથા વિશાલે વિશ્વાસઘાત કર્યાે હતો. પંચકોશી એ ડિવિઝન પોલીસે આઈપીસી ૬૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial