Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વની કુલ વસ્તીમાં ધર્મોનું પાલન કરતી વસ્તી ઘટી: વેશ્વિક શરેરાશથી ડબલ મુસ્લિમ જનસંખ્યા વધી: નાસ્તિકો પણ વધ્યા
નવી દિલ્હી તા. ૧૧: દુનિયામાં એક દાયકામાં મુસ્લિમોની વસ્તી વધીને ૨૦૦ કરોડને ઓળંગી ગઈ હોવાના અહેવાલો છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા રજૂ થયેલા રિપોર્ટ મુજબ વૈશ્વિક સરેરાશથી બેવડી ઝડપે મુસ્લિમોની વાત વધી છે. જયારે અન્ય ધર્મોની વસ્તીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાસ્તિકોની સંખ્યા પણ વધી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલે વિશ્વની વસ્તી અંગે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ, ઇસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ હોવા ઉપરાંત સૌથી ઝડપથી વિકસતો ધર્મ પણ બની ગયો છે. ૨૦૧૦ અને ૨૦૨૦ ની વચ્ચે એક દાયકામાં મુસ્લિમ વસ્તીમાં ૨૧% નો વધારો જોવા મળ્યો છે.
આ અહેવાલ મુજબ મુસ્લિમ વસ્તી વૃદ્ધિની ગતિ વૈશ્વિક સરેરાશ વસ્તી વૃદ્ધિ દર (૧૦%) કરતાં બમણી ઝડપી રહી છે. જ્યારે અન્ય ધર્મોની વસ્તીમાં સરેરાશ ૯.૭% નો વધારો થયો છે, ત્યારે વિશ્વની કુલ વસ્તીના ૨૬% મુસ્લિમો છે. આનો અર્થ એ છે કે વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિ મુસ્લિમ છે.
બીજી બાજુ, હિન્દુ વસ્તીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૧૦ માં, હિન્દુઓ વૈશ્વિક વસ્તીના ૧૫% હતા, પરંતુ ૨૦૨૦ માં આ આંકડો ઘટીને ૧૪.૯% થઈ ગયો.
રિપોર્ટ અનુસાર, મુસ્લિમ વસ્તીમાં સૌથી વધુ વૃદ્ધિ ઉત્તર અમેરિકામાં ૫૨% નોંધાઈ છે. અહીં કુલ મુસ્લિમ વસ્તી હવે ૫૯ લાખ છે. આ ક્ષેત્રમાં ઇસ્લામના ઝડપથી ફેલાવા પાછળ ધર્માંતરણ, શરણાર્થીઓનું સ્થળાંતર અને કુદરતી વસ્તી વૃદ્ધિ જેવા કારણો જવાબદાર છે. ઉપ-સહારા આફ્રિકામાં પણ મુસ્લિમ વસ્તીમાં ૩૪% ની વૃદ્ધિ જોવા મળી છે. આ ક્ષેત્ર મુસ્લિમ વસ્તી વૃદ્ધિ માટે જાણીતું છે, કારણ કે અહીં વસ્તી વૃદ્ધિ દર પણ ઊંચો છે અને ઇસ્લામિક શિક્ષણ કેન્દ્રો પણ મુખ્ય કારણ છે.
એશિયા-પેસિફિક ક્ષેત્ર હજુ પણ મુસ્લિમ વસ્તીનો સૌથી મોટો ગઢ છે. અહીં કુલ મુસ્લિમ વસ્તીમાં ૧.૪% નો વધારો થયો છે.
વિશ્વમાં મુસ્લિમોની વસ્તીનો આંકડો હવે ૧૭૦ કરોડથી વધીને ૨૦૦ કરોડ થઈ ગયો છે.અહેવાલ દર્શાવે છે કે મુસ્લિમ વસ્તીમાં વૃદ્ધિની ગતિ વૈશ્વિક સરેરાશ વસ્તી વૃદ્ધિ દર (૧૦%) કરતા બમણી ઝડપી રહી છે. જ્યારે અન્ય ધર્મોની વસ્તીમાં સરેરાશ ૯.૭% નો વધારો નોંધવામાં આવ્યો છે, ત્યારે મુસ્લિમ વસ્તીએ વૈશ્વિક સ્તરે ૨૬% હિસ્સો જાળવી રાખ્યો છે. આનો અર્થ એ થયો કે હવે દર ચાર લોકોમાંથી એક મુસ્લિમ છે.
ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોની હાજરી તેને ઇસ્લામનું મુખ્ય કેન્દ્ર બનાવે છે. યુરોપમાં મુસ્લિમ વસ્તીમાં માત્ર ૦.૭% નો વધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ ઇમિગ્રેશન છે.
પ્યુ રિપોર્ટ એ પણ સૂચવે છે કે આ વસ્તી વિષયક ફેરફારો આગામી દાયકાઓમાં વિશ્વના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિદૃશ્ય પર વ્યાપક અસર કરી શકે છે. આ ફેરફારોથી વૈશ્વિક શક્તિ સંતુલન, નીતિ પ્રાથમિકતાઓ અને સાંસ્કૃતિક બહુલતા પ્રભાવિત થશે.
આ સંશોધન અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે ૨૦૧૦ માં વિશ્વમાં કુલ ૧૧૩ કરોડ નાસ્તિક હતા, જેઓ કોઈપણ ધર્મમાં માનતા નથી. ૨૦૨૦ સુધીમાં, તેમની વસ્તી વધીને ૧૪૦ કરોડ થઈ ગઈ છે, જે ૨૭ કરોડનો વધારો છે. બીજી બાજુ, જો આપણે વૈશ્વિક હિસ્સા વિશે વાત કરીએ, તો નાસ્તિકો ૧૬.૪ ટકા છે.
પ્યુના સંશોધનમાં અન્ય ધર્મોની વિગતો પણ છે. ઉદાહરણ તરીકે, બૌદ્ધ ધર્મને અનુસરતા લોકોની સંખ્યા ૧.૯ કરોડ ઘટીને ૩૨.૪ કરોડ થઈ ગઈ છે અને તેમનો વૈશ્વિક હિસ્સો ૫ ટકાથી ઘટીને માત્ર ૪.૨ ટકા થયો છે. આ ઉપરાંત, યહૂદી સમુદાય વિશ્વનો સૌથી નાનો ધાર્મિક સમુદાય છે, જેની વસ્તી ૧.૪ થી વધીને ૧.૫ કરોડ થઈ છે. યહૂદી સમુદાયનો વૈશ્વિક હિસ્સો ફક્ત ૦.૨ ટકા છે. જ્યારે, શીખ, જૈન અને બહાઈ સમુદાય જેવા અન્ય ધર્મોની વસ્તી ૧.૮ કરોડ વધીને ૧૭.૨ કરોડ થઈ છે. તેમનો વૈશ્વિક હિસ્સો ૨.૨ ટકા છે.
વિશ્વની વસ્તીમાં ધર્મના આધારે મોટું પરિવર્તન આવી રહૃાું છે. ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો અને ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડો થયો હતો, જ્યારે હિન્દુઓનું પ્રમાણ લગભગ સ્થિર રહૃાું છે. વિશ્વની કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓની પ્રમાણ ઘટીને ૨૮.૮ ટકા થયું હતું, જ્યારે મુસ્લિમોનું પ્રમાણ વધી ૨૫.૬ ટકા થયું હતું. બીજી તરફ હિન્દુઓનું પ્રમાણ નજીવું ઘટીને ૧૪.૯ ટકા રહૃાું હતું.
એકંદરે ૨,૭૦૦થી વધુ ગણતરી અને સરવેનું વિશ્લેષણ કરીને પ્યૂ રિસર્ચ સેન્ટરે જારી કરેલા એક રિપોર્ટમાં આ ખુલાસો થયો હોવાનો દાવો કરાયો છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા સૌથી વધુ છે. ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ખ્રિસ્તીઓની વસ્તી ૨.૧૮ અબજથી વધી ૨.૩૦ અબજ થઈ હતી, પરંતુ વિશ્વની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ ૩૦.૬ ટકાથી ઘટીને ૨૮.૮ ટકા થયું હતું. બીજી તરફ મુસ્લિમોની સંખ્યા ૩૪.૭ કરોડ વધીને આશરે બે અબજ થઈ છે. તેનાથી વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૧.૮ ટકા વધીને ૨૫.૬ ટકા થયું હતું. તમામ ધર્મોમાં ઇસ્લામમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.
હિન્દુ અને યહુદી ધર્મનું લોકોનું પ્રમાણ વૈશ્વિક વસ્તી વૃદ્ધિની તુલનામાં સ્થિર રહૃાું છે. બૌદ્ધ એકમાત્ર એવો ધર્મ છે, કે જેની વસ્તી ૨૦૧૦ની તુલનામાં ૨૦૨૦માં ઘટી હતી. ઓછી પ્રજનન ક્ષમતા અને ધર્મપરિવર્તનને કારણે બુદ્ધ ધર્મના લોકોની સંખ્યા ૩૪.૩ કરોડથી ઘટીને ૩૨.૪ કરોડ થઈ હતી.
કોઇપણ ધર્મ સાથે ન જોડાયેલા લોકોની વસ્તીનું પ્રમાણ ૨૩.૩ ટકાથી વધીને ૨૪.૨ ટકા થયું હતું. ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડાનું કારણ વસ્તી વિષયક સ્થિરતા નહીં, પરંતુ ધાર્મિક પરિવર્તન છે. ૨૦૨૦ની સ્થિતિએ ખ્રિસ્તીઓ ૧૨૦ દેશો અને પ્રદેશોમાં બહુમતી ધરાવતાં હતાં. એક દાયકા પહેલા ૧૨૪ દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી હતી. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ઉરુગ્વેમાં ખ્રિસ્તીઓની વસ્તી ૫૦ ટકાથી નીચે આવી ગઈ છે. તેમની વસ્તી બ્રિટનમાં ૪૯ ટકા, ઓસ્ટ્રેલિયામાં ૪૭ ટકા, ફ્રાન્સમાં ૪૬ ટકા અને ઉરુગ્વેમાં ૪૪ ટકા થઈ હતી. વિશ્વની વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં વધારાના મુખ્ય કારણમાં યુવાન વસ્તી, ઊંચો પ્રજનન દર અને ઓછું ધર્મપરિવર્તન છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હિન્દુઓની સંખ્યા ૧૨.૬ કરોડ વધીને ૧.૨ અબજ થઈ હતી. વિશ્વની કુલ વસ્તીમાં હિન્દુઓની પ્રમાણ ૧૫ ટકાથી ઘટીને ૧૪.૯ ટકા થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial