Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના રૂ. ૪૧.૮૯ કરોડના ખર્ચે નિર્માણધિન રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે

ફાટકમુકત નગર બનાવવાની દિશામાં પ્રગતિ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા ની નગરજનોને નજીકના ભવિષ્યમાં વિશેષ ભેટ મળશે. હાપા માર્કેટિંગ યાર્ડ નજીક એલ.સી નં. ૧૮૮ ઉપર ૪૧.૮૯ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતી જુદી જુદી રેલ્વે લાઈનના ક્રોસિંગ પર સિંગલ એન્ટિરી પદ્ધતિથી ઓવરબ્રીજ બનાવવાની કામગીરી તબક્કા વાર આગળ ધપાવવામાં આવી રહી છે, અને હાપા માર્કેટિંગ યાર્ડ નજીક એલસીને ૧૮૮ પર રૂપિયા ૪૧.૮૯ કરોડના ખર્ચે નવો ઓવર બ્રિજ સંપૂર્ણ પણે તૈયાર થયો છે, અને અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે. નગરજનોને ટૂંક સમયમાં જ નવા ઓવર બ્રિજ ની ભેટ મળશે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ નજીક એલસી નં. ૧૮૮ ઉપર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ સિંગલ એન્ટિટી પદ્ધતિથી કરવામાં આવી રહૃાું છે, જેની અંદાજિત કિંમત રૂ. ૪૧.૮૯ કરોડ છે. જામનગરની જનતાને મહાનગરપાલિકા દ્વારા નજીકના ભવિષ્યમાં જ નવી ભેટ મળી શકે છે. તેને આખરી ઓપ અપાઈ રહૃાો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા રેલવે તંત્રની ભાગીદારી સાથે તૈયાર થઇ રહેલા આ સંપૂર્ણ પુલની લંબાઈ ૭૩૩.૮૬ મીટર છે, જેમાંથી ૧૧૧.૮૪ મીટરનો ભાગ રેલવે વિભાગમાં આવે છે. પુલમાં ૧૦.૯૦ મીટરની ખુલ્લી કેરેજ - વે ઉપલબ્ધ રાખવામાં આવી છે, જે વાહનવ્યવહાર સરળ અને અવિરત રહે તે માટે ડિઝાઇન કરેલી છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓની રાહબરી હેઠળ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને તેઓની સમગ્ર ટીમ દ્વારા નિર્માણ કાર્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહૃાું છે.

ખાસ કરીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ને આ નવો બ્રિજ બનવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. જ્યાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી અનેક નાના-મોટા વાહનો આવે છે, તે તમામ વાહન ચાલકો માટે આ બ્રિજ ખૂબ જ ફાયદાકારક નીવડશે, અને પ્રતિદિન અનેક વાહન ચાલકો રાહત અનુભવશે. આ પ્રોજેક્ટ વોર્ડ નં. ૧૦, ૧૧, ૧૨ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને વિશેષ રીતે લાભ આપશે. હાલમાં રહેલા લેવલ ક્રોસિંગને દૂર કરીને ટ્રાફિકની સમસ્યા ઘટાડશે,  અને પ્રવાસનો સમય બચાવશે, ઉપરાંત ઇંધણની બચત કરશે, અને પ્રદૂષણમાં પણ ઘટાડો લાવશે, જે ઊર્જા બચત અને પર્યાવરણ અનુકૂળતા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પુલનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે, અને આવનારા ૩૦ દિવસોમાં પૂર્ણ થવાની શકયતા છે.

હાલમાં અંતિમ કલર અને ફિનિશિંગનું કામ ચાલી રહૃાું છે, અને બહુ જ ઝડપથી આ પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. અને લોકોને અવરજવર માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. ખાસ કરીને અહીં વેપાર ઉદ્યોગના ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. એકાદ માસમાં જ સંપૂર્ણપણે પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે અને જામનગરની જનતાને મહાનગરપાલિકા તરફથી એક નવી ભેટ પ્રાપ્ત થશે. સાથો સાથ ફાટક મુક્ત જામનગર શહેરને બનાવવા માટેનું મહાનગરપાલિકાનું વધુ એક કદમ આગળ ધપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh