Advertisement
Author: નોબત સમાચાર

ઈટ્રા દ્વારા જામનગરમાં યોગ ફેસ્ટ ઉજવાશેઃ દરરોજ વિવિધ કાર્યક્રમોઃ ૨૧ જુને યોગસંગમ

આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણીના ભાગરૂપે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુસંધાને જામનગરના ઈટ્રામાં યોગ-ફેસ્ટ થકી યોગાનુસંગિક વિવિધ આયોજનો દ્વારા જામનગર યોગમય બનશે.

આયુર્વેદ શિક્ષણ એવં અનુસંધાન સંસ્થાન, જામનગરના સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની દશકપૂર્ણ ઉજવણી નિમિત્તે *યોગ ફેસ્ટ*નું આયોજન તા. ૧૫ થી ૨૦મી જૂન ૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં સી.વાય.પી યોગ તાલીમ  દરરોજ સવારે ૭ થી ૮ યોગ પ્રદર્શન અને પ્રચૂર માહિતી સાહિત્ય વિતરણ  દરરોજ સવારે ૯ થી સાંજે ૬, વિશિષ્ટ યોગ આચાર્યો દ્વારા યોગ વર્કશોપ્સ  હાઈપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા, સ્ત્રીરોગો, કિશોર આરોગ્ય, વૃદ્ધાવસ્થાના રોગો વગેરે વિષયો પર  સવારે ૯:૩૦ થી ૧૨, યોગ અનપ્લગ્ડ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ જેમ કે યોગ રીલ મેકિંગ, નૃત્ય યોગ, યોગ નિબંધ લેખન, યોગ અનુભૂતિ (યોગ ગીત/કવિતા લેખન), યોગ ગુંજન (યોગ ગાયન), યોગ મૌન અભિવ્યક્તિ (માઇમ), ચિત્ર યોગ (યોગ પોસ્ટર) સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ૧૦મી જૂન, ૨૦૨૫ પહેલાં નોંધણી આવશ્યક છે  સ્પર્ધાનો સમય : સાંજે ૩ થી ૬. આ તમામ કાર્યક્રમો રાજમાતા શ્રી ગુલાબકુંવરબા ઓડિટોરીયમ, ધન્વન્તરિ મંદિર, આઈટીઆરએ, જામનગરમાં યોજાવાના છે.

તા. ૨૧મી જૂન ૨૦૨૫ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અધિકૃત ઉજવણી નિમિત્તે સવારે ૭ વાગ્યે *યોગ સંગમ* અંતર્ગત સામૂહિક કોમન યોગ પ્રોટોકોલનું આયોજન રાજમાતા શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ કેમ્પસ ગ્રાઉન્ડ, આઈટીઆરએ, જામનગરમાં કરવામાં આવશે.

આ કાર્યક્રમોની વિગતવાર માહિતી માટે સ્વસ્થવૃત્ત વિભાગ, રૂમ નં. ૦૫, ધન્વંતરી મંદિર, આઈટીઆરએ કેમ્પસ ઉપર સીધા મુલાકાત લઈ શકો છો અથવા મોબાઇલ નં. ૯૭૨૭૩૫૧૭૯૩ પર સંપર્ક કરવા અને ફેસ્ટમાં  જામનગરની જનતાને જોડાવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh