Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય જનતા પક્ષ દ્વારા જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ અને પૂર્વ સાંસદ દ્વારા એનડીએ સરકારની સિદ્ધિઓ વર્ણવી
જામનગર તા. ૧૧: કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ એનડીએ સરકારે તેમના ૧૧ વર્ષના કાર્યકાળમાં જે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી દેશને વિકસિત ભારત બનાવવામાં સંકલ્પને આગળ વધારવામાં આવી રહ્યો છે. તેની વિસ્તૃત જાણકારી અર્થે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રારંભમાં એક સિદ્ધિઓની ઝલક દર્શાવતી ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરાઈ હતી.
ત્યારપછી હાલારના સાંસદ પૂનમબેન માડમે છેલ્લા ૧૧ વર્ષમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનેક લાભદાયી યોજનાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ ર૦૪૭ માં દેશને સંપૂર્ણ વિકસિત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે, ત્યારે આજે રાષ્ટ્ર દરેક વર્ગના લોકોની જનભાગીદારીથી દેશ વિકસિત ભારત બનવા આગળ વધી રહ્યો છે.
કેન્દ્ર સરકારના મહત્ત્વના સુવિધાનજક અને વિકાસ કાર્યોમાં સ્વચ્છતા માટે દરેક ઘરમાં ટોયલેટ બ્લોકની સુવિધા, દરેક ઘરને શુદ્ધ પીવાના પાણી માટે નલ સે જલ યોજનાનો સફળતાપૂર્વક અમલ થયો છે.
બેન્કીંગ ક્ષેત્રમાં નાનામાં નાની વ્યક્તિને જોડવા જનધન ખાતા ખોલાયા અને સરકારની યોજનાઓમાં સીધો આર્થિક લાભ લાભાર્થીને મળી રહ્યો છે. મહિલાઓને રાહતરૂપ ગેસ જોડાણો આપવામાં આવ્યા, મહિલાઓ સ્વરોજગારીથી આગળ વધી રહી છે અને હવે ખુદ મહિલા રોજગાર આપી શકે તેવું સામર્થ્ય ધરાવે છે.
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે પોતાના હાલાર સંસદીય મતવિસ્તારને કદાચ કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળી રહ્યો છે.
માર્ગ કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી, હવાઈ સુવિધામાં છેલ્લા અગિયાર વર્ષમાં અનેકગણો વધારો થયો છે અને થઈ રહ્યો છે, તો છેવાડાના વિસ્તાર સુધી કનેક્ટિવિટી-માળખાકીય સુવિધા હશે તો જ સર્વાંગી વિકાસ ઝડપથી શક્ય બનશે.
આરોગ્ય ક્ષેત્રે ગરીબ વ્યક્તિ પણ મોંઘી સારવાર કરાવી શકે તે માટે કેન્દ્રના રૂ. પાંચ લાખ અને રાજ્ય સરકારના રૂ. પાંચ લાખ મળી દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળે છે. નાના ખેડૂતોને દર વર્ષે રૂ. ૬ હજારની સહાય, તેમજ સબસિડી સહિતના લાભો મળી રહ્યા છે. ગરીબ લોકોને મફતમાં રાશનની યોજનાનો અસરકારક અમલ થયો છે. કોરોનાકાળમાં સ્વદેશી વેક્સિન બનાવી આ વૈશ્વિક રોગચાળાનો ભારતે સફળતાપૂર્વક સામનો કર્યો હતો.
ઓપરેશન સિંદૂર સમયે આતંકવાદને ડામી દેવા સમગ્ર દેશની જનતાએ તેની એક્તાની તાકાતના દર્શન દુનિયાને બતાવી દીધા છે અને ભારત એક શક્તિશાળી દેશ છે તે પૂરવાર કરી આપ્યું છે.
ભારત આર્થિક ક્ષેત્રે આજે વિશ્વમાં ચોથા નંબરની આર્થિક શક્તિ બની છે.
હાલારના વિકાસમાં સુદર્શન સેતુ, ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સિસ્ટમ રીસર્ચ સેન્ટર જેવી ઉપલબ્ધિના કારણે આજે વિશ્વના નક્શા ઉપર જામનગરનું નામ અંકિત થયું છે.
સાંસદ પૂનમબેન માડમે અંતમાં જણાવ્યું હતું કે, જનજનની જાગૃતિ, એક્તા અને ભાગીદારીથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સિદ્ધ થશે.
આ તકે વિશેષ વક્તા તરીકે પધારેલા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ટૂંકમાં જ કેન્દ્ર સરકારના ૧૧ વર્ષના શાસનકાળની ઉપલબ્ધિઓ અને લોકોની સુખાકારી માટેની કલ્યાણકારી યોજનાઓની વિગતો રજૂ કરી હતી.
આ પત્રકાર પરિષદમાં ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રભારી ભાનુભાઈ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં. સૌનું સ્વાગત શહેર મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકરે અને સંચાલન કોર્પોરેટર મનિષ કટારિયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial