Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોરણ-૯ અને ૧૧ માટે જામનગરની
જામનગર તા. ૧૧: શિક્ષણ વિભાગ દ્વારા જામનગરની શ્રી વિભાજી સરકારી હાઈસ્કૂલને ધો.૯ તથા ૧૧ માટે અંગ્રેજી માધ્યમની મંજૂરી અપાઈ છે. આ હાઈસ્કૂલમાં આધુનિક સ્માર્ટ કલાસ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઈચ્છુક વિદ્યાર્થીઓને. વહેલી તકે એડમિશન મેળવી લેવા શાળાના આચાર્ય દ્વારા અનુરોધ કરાયો છે.
શ્રી વિભાજી સરકારી હાઈસ્કૂલ, જામનગરને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯ અને ૧૧માં નવી અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવાની મંજૂરી મળી છે. શિક્ષણ વિભાગ સંચાલિત શ્રી વિભાજી સરકારી હાઈસ્કૂલ, જામનગર (ગુજરાતી માધ્યમ) એ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં વર્ષ ૨૦૨૪-૨૫નું ધોરણ ૧૦નું બોર્ડ પરિણામ ૧૦૦% અને ધોરણ ૧૨નું બોર્ડ પરિણામ ૭૮.૯૫% આવેલ છે.આ શાળામાં આચાર્ય શ્રી પી.એન.પાલા અને કાર્યદક્ષ શિક્ષકો દ્વારા શિક્ષણની સાથે સંસ્કાર અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે.
શાળા શહેરની મધ્યમાં આવેલી છે અને આધુનિક સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી જેવી તમામ ભૌતિક સુવિધાઓથી સુસજ્જ છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહારની પણ ઉત્તમ સુલભતા છે.
સરકારી શાળા હોવાને કારણે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવનાર હોય ધોરણ ૯ થી ૧૨ ગુજરાતી માધ્યમ તેમજ ધોરણ ૯ અને ૧૧ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વહેલી તકે શાળાનો સંપર્ક કરવા આચાર્યએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial