Advertisement
Author: નોબત સમાચાર

સરકાર દ્વારા ર૪,પ૦૦ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા છતાં ફરી 'વિદ્યાસહાયક'નું લોલિપોપ શા માટે?

ભરતી પ્રક્રિયાથી ભાગતા અધિકારીઓઃ એક વિદેશ ફરવા ગયા, તો બીજાએ વિભાગ બદલ્યો!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક વર્ષ પહેલાથી રાજ્યોમાં પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ર૪,પ૦૦ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની જાહેરાત તથા ભરતી પ્રક્રિયા શરૂ થઈને મેરીટ લીસ્ટ, શાળા પસંદગી પછી અંતિમ તબક્કો ઉમેદવારોની નિયુક્તિ કાર્યવાહીને એક વર્ષ પૂરૃં થવા છતાં પણ હજુ આ પ્રક્રિયા પૂર્ણ ના થતા પ્રાથમિક, માધ્યમિક તથા માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ વચ્ચે તાજેતરમાં તા. ૯-૬-ર૦રપ ના નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યારે ફરી પાછું વિદ્યાસહાયકનું 'લોલીપોપ' શરૂ કર્યું છે. કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હજુ 'જૈસે થે'ની સ્થિતિમાં પડી છે.

રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા., સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં જાણે અધિકારીઓ ડરતા હોય તેવી સ્થિતિ હોવાનું કહેવાતું હોય તેમ રાજ્યના શિક્ષણ વિભાગના એક અધિકારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના કાર્ય કરવાના બદલે વિદેશ 'ફરવા' ચાલ્યા ગયા તો એક અધિકારી બદલી કરાવીને બીજા વિભાગમાં ચાલ્યા ગયા તો એક અધિકારી મંત્રીના કાર્યાલયમાં ચાલ્યા ગયા. અગાઉ શાળા પસંદગી મેરીટ લીસ્ટ બનાવેલું તે રદ્ કરી ફરીથી નવું શાળા પસંદગી લીસ્ટ બનાવાયું તે પણ માત્ર ઉચ્ચતર માધ્યમિકનું અને તે પણ તા. ૯-૬-ર૦રપ ના શાળા સત્ર શરૂ થાય ત્યારે. પછી આગળ કંઈ નહીં.

ગુજરાત સરકાર શિક્ષણ તંત્રે અવનવા પ્રયોગો કરીને સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. હાલમાં કરોડો રૂપિયા શિષ્યવૃત્તિઓ, સરસ્વતી સહાય યોજના, ખાસ મેરીટ સ્કોલરશીપ તથા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા ઉત્સવો થાય છે ત્યારે શિક્ષણ વિભાગ એ નથી જોતો કે શિક્ષકો વગર શિક્ષણના તમામ 'ઉત્સવો' અને આયોજનો યોજના અધુરા જ છે.

લાંબા સમયથી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ તથા એક વર્ષથી ભરતી જાહેરાત પછી પણ કાર્યવાહી પૂર્ણ નહીં અને નવા સત્રથી વિદ્યા સહાયકની મંજુરી આ બધું જોઈને અનુભવી કેળવણીકારો સરકાર પૈસા બચાવા માગે છે કે શું તેવો સવાલ કરે છે.

કાયમી શિક્ષકોની ભરતી થાય તો તેમને નિયત પગાર ચૂકવવો પડે જ્યારે સહાયકને અડધા પગારમાં લઈ શકાય અને શિક્ષક તરીકે તે હાલ ચાલે જેથી તંર ભરતી ના કરી કરોડો રૂપિયા બચાવતું હોવાનો પણ આક્ષેપ હવે થઈ રહ્યો છે, ત્યારે કેટલાયે સ્થળે મહત્ત્વના શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી હોય, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનતું જતું હોય, સમગ્ર રાજ્યમાં આકરી ટીકા થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh