Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબા સિદિકી હત્યાનો માસ્ટર માઈન્ડ
મુંબઈ તા. ૧૧: બાબા સિદ્દિકી હત્યા મામલે મોટી અપડેટ સામે આવી છે. માસ્ટર માઈન્ડ ઝીશાન અખ્તરની કેનેડામાં ધરપકડ થઈ છે, હવે તેને ભારત લવાશે.
મુંબઈના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દિકીની હત્યાનો માસ્ટર માઈન્ડ ઝીશાન અખ્તરની કેનેડાથી ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દિકીની હત્યાની ઘટના દરમિયાન પંજાબ ભાજપના નેતા મનોરંજન કાલિયાના ઘર પર થયેલા ગ્રેનેડ હુમલામાં પણ ઝીશાન અખ્તરનું નામ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, કેનેડાની પોલીસે ઝીશાન અખ્તરને કસ્ટડીમાં લીધો છે. હવે તેને ભારત લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ૧૨મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એનસીપી નેતા બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો માસ્ટર માઈન્ડ ઝીશાન અખ્તર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે. મુંબઈ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, ઝીશાન અખ્તર બાબા સિદ્દિકીની હત્યામાં સામેલ શૂટર્સનો હેન્ડલર હતો. જલંધરનો રહેવાસી ઝીશાન અખ્તરનું સાચું નામ મોહમ્મદ યાસીન અખ્તર છે. તેની પંજાબ પોલીસે વર્ષ ૨૦૨૨માં ધરપકડ કરી હતી.
એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યાની પોલીસ તપાસમાં ઝીશાન અખ્તરનું નામ સામે આવ્યું હતું. તે ત્રણ શૂટર ધર્મરાજ કશ્યપ, ગુરમેલ બલજીત સિંહ અને શિવકુમાર ગૌતમનો હેન્ડલર હતો. ઝીશાન અખ્તરને લોરેન્સ બિશ્નોઈનો ખૂબ નજીકનો સાથીદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, મે ૨૦૨૪ના રોજ ઝીશાન અખ્તર અને શુભમ લોંકરને બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર, ઝીશાન અખ્તર પંજાબ જેલમાં હતો, ત્યારે લોરેન્સ બિશ્નોઈની ગેંગના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેને બાબા સિદ્દિકીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial