Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧રર૭ સહિત દેશમાં કોરોનાના ૭૧ર૧ કેસ

વડાપ્રધાનને મળતા મંત્રીઓએ પણ કરાવવો પડશે કોરોના ટેસ્ટઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: ગુજરાતમાં ૧રર૭ સહિત દેશમાં કોરોનાના ૭૧ર૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ વડાપ્રધાનને મળવા જતા મંત્રીઓએ પણ આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરાવવો પડશે, તેવા અહેવાલો સંક્રમણની ગંભીરતા દર્શાવે છે.

દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા તમામ મંત્રીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે ટીવીએ સરકારી સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે.

દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૭૧ર૧ પર પહોંચી ગઈ છે. છેલ્લા ર૪ કલાકમાં ૩૦૦ થી વધુ નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ રરર૩ કેસ છે, જ્યારે ગુજરાતમાં હાલમાં ૧રર૭ એક્ટિવ કેસ છે.

ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર મેળવનારા કુલ દર્દીમાંથી ૯૬ ટકા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ છે. આ સાથે જ દિલ્હીમાં ૭પ૭ અને પશ્ચિમ બંગાળમાં ૭૪૭ પોઝિટિવ દર્દીઓ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના નવા વેરિઅન્ટને કારણે ૭૪ મૃત્યુ થયા છે. મંગળવારે ૬ લોકોએ જીવ ગુમાવ્યો. આમાંથી ૩ મૃત્યુ કેરળમાં, ર કર્ણાટકમાં અને ૧ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. છેલ્લા ૧૦ દિવસમાં ૩૦૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૪૦ દર્દીઓના મોત થયા છે. દરરોજ ૩પ૦ થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.

કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે કોરોનાનો નવો વેરિઅન્ટ વૃદ્ધો અને અન્ય રોગોના દર્દીઓ માટે વધુ જોખમકારક છે. રાજ્યની તમામ હોસ્પિટલોને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા દર્દીઓના કોવિડ ટેસ્ટ કરાવવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં છેલ્લા ર૪ કલાકમાં શહેરમાં કોરોનાના સૌથી વધુ નવા ૧૭પ કેસ નોંધાયા હતાં. મેથી અત્યાર સુધીના ૪૧ દિવસમાં ૧૦૯૧ કેસ આવ્યા છે. હાલમાં શહેરમાં ૭૬૧ એક્ટિવ કેસ છે, પરંતુ તેમાંથી માત્ર ૩ ટકા દર્દીએ દાખલ થવું પડ્યું હતું, જ્યારે ૯૭ ટકા તો ઘરે સારવાર લઈ સાજા થઈ ગયા છે.

ર૦ર૧ ની બીજી લહેરમાં સારવાર કરનારા ડોક્ટરોનું કહેવું છે કે, અત્યારે કોરોનાની સ્થિતિથી ડરવાની કોઈ જરૂર નથી. માત્ર કાળજી રાખીને કોવિડને દૂર રાખી શકાય છે. મ્યુનિ.ના હેલ્થ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મે થી ૧૦ જૂન સુધીમાં નોંધાયેલા ૧૦૯૧ કેસમાં ૩રપ થી વધુને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અથવા કોઈ ગંભીર અસર જોવામાં આવી નથી. આ સમયગાળામાં ૩ મહિલાના મૃત્યુ થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh