Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા રામનાથ રોડ પર પાણી ભરાવાના પ્રશ્નનું કાયમી નિરાકરણ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયામાં રામનાથ રોડ પર એસ.એન.ડી.ટી. પાસે સોસાયટી નજીકના મેઈન રોડ પર વરસાદમાં ત્રણ-ચાર ફૂટ પાણી ભરાઈ જતુ હોય તથા ચાલુ વરસાદે ત્યાંથી નીકળવા જતા ટુ-વ્હીલ ચાલકો પડતા હોય તથા વરસાદ રહી ગયા પછી પણ લાંબો સમય ત્યાંથી ચાલીને ના નીકળાય તેવું હોય, તાજેતરમાં માત્ર ૩ ઈંચ વરસાદમાં એક મહિલાને અકસ્માત થયો હતો તથા એકટિવા સાથે પડી ગયા હતા તથા મોં માં પાણી ચાલ્યુ ગયુ હતુ. આ બનાવના પગલે સ્થાનિક અગ્રણી રીછાભાઈ ગોરાણીયા દ્વારા પાલિકા સત્તાધીશો, સદસ્યોને રજુઆતો તથા અખબારી અહેવાલોના પગલે તંત્ર દ્વારા આ રસ્તા પર આવેલી ફૂટપાથમાં એક ફૂટ મોટો હોલ કરીને ત્રણ જગ્યાએથી પાણીનો નીકાલ રસ્તા પરથી થાય તે માટે કામગીરી કરી હતી.

અગાઉ માત્ર એક જગ્યાએ મોટો હોલ તથા બે-ત્રણ નાના પાઈપો જ હોય, અહીં સમગ્ર સોસાયટીઓ તથા નદીઓ, વોકળાનું પાણી આવતા અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાતું હોય, દર ચોમાસે આ પ્રશ્ન થતો હોય હાલના પાણીના નિકાલ ઉપરાંત ફૂટથી વધુ જગ્યાના નવા ત્રણ પાણી નિકાલના રસ્તા થતા આ રસ્તા પરનો પાણી ભરાવાનો પ્રશ્ન હલ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh