Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૩ મી જુલાઈએ
જામનગર તા. ૧પઃ ગુજરાત કલાવૃંદ સંસ્થા અને કેસરી દૈનિકના સંયુક્ત ઉપક્રમે તથા જામનગરની સીનેટ્યુન સંસ્થા, રફી ફેન ક્લબ અને એમ.કે. ઈવેન્ટના સહયોગથી જામનગરમાં આગામી તા. ૧૩ મી જુલાઈ ર૦ર૪ ના દિને ગુજરાતભરના ઉગતા કલાકારોને પ્રોત્સાહિત કરવાનો, તેમને એવોર્ડ એનાયત કરી સન્માનવાનો સમારોહ યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમની વિગતો આપવા ગાંધીનગરના કેસરી દૈનિકના પત્રકાર અને ગુજરાત કલાવૃંદ સંસ્થાના અધ્યક્ષ સંજયભાઈ પંડ્યા, એમ.કે. ઈવેન્ટ્સના મુન્નાખાન પઠાણ, રફી ફેન ક્લબના પુરુષોત્તમભાઈ વાઘેલા તથા દિલીપભાઈ કનખરાએ પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપી હતી.
ગુજરાતમાં નાના-મોટા ગ્રામ્ય/શહેરમાં અનેક ગાયક કલાકારો પોતાની કલા રજૂ કરે છે. કરાઓકે અને લાઈવ ઓરકેસ્ટ્રા સાથ સ્ટેજ પર રજૂ થાય છે, પણ તેમની કલાને મોટું પ્લેટફોર્મ મળે, તેમને પ્રોત્સાહન મળે અને આગળ વધે તેવા હેતુસર આ સમારોહ યોજાશે.
આ માટે હિન્દી તેમજ ગુજરાતી ગીતોની ચાર અલગ અલગ કેટેગરીમાંથી અંદાજે ૩પ૦ એન્ટ્રીઓ આવી હતી. તેમાં બે ઓડિશન ટેસ્ટ પૂર્ણ થયા છે અને હવે ટૂંક સમયમાં સેમીફાઈનલ રાઉન્ડ થયા પછી ૧૩ મી જુલાઈએ પાંચ-પાંચ સ્પર્ધકો વચ્ચે ચાર કેટેગરીમાં ફાઈનલ સ્પર્ધા યોજાશે. આવેલી એન્ટ્રીઓમાં કેનેડામાં મૂળ ગુજરાત એક મહિલા કલાકારે પણ ભાગ લેવાની તત્પરતા બતાવી છે.
સૌથી મહત્ત્વની બાબત એ છ કે આ આયોજનમાં કોઈપણ કલાકર પાસેથી કોઈપણ જાતની એન્ટ્રી ફી કે અન્ય ચાર્જ લેવામાં આવ્યો નથી. જામનગરના કાર્યક્રમમાં જે કલાકારો આવશે તેમના રહેવા-જમવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે.
આ સમારોહમાં પંકજભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી જેવા મહાનુભાવો ઉપરાંત હાલારના રાજકીય મહાનુભાવો, અગ્રણીઓ, સંગીત તજજ્ઞો, સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
આ પત્રકાર પરિષદ પ્રસંગે સીનેટ્યુન ઈવેન્ટ્સના આનંદભાઈ માડમ રાજકોટ હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા, પણ તેઓ આ કાર્યક્રમની સફળતા માટે સતત જોડાયેલા રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial