Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડકપઃ
ન્યુયોર્ક તા. ૧પઃ વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાના સંયુકત યજમાનપદે રમાઈ રહેલ ટી-ર૦ વર્લ્ડકપના અત્યાર સુધી ચાર ગ્રુપોની પાંચ-પાંચ ટીમો વચ્ચે રમાયેલા લીગ મેચોમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવી મજબૂત ગણાતી ટીમો વર્લ્ડકપના સુપર એઈટ રાઉન્ડ માટે કવોલીફાય નહીં થવાથી બહાર ફેંકાઈ ગઈ છે.
આજની સ્થિતિએ ગ્રુપ એ મા ભારત અને યુએસએ, ગ્રુપ બી માં ઓસ્ટ્રેલીયા, ગ્રુપ સી માં વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાન તથા ગ્રુપ ડી માં દક્ષિણ આફ્રિકા સુપર એઈટના મેચો માટે કવોલીફાય થઈ ચૂકી છે.
હવે સૌની નજર ઈંગ્લેન્ડના મેચ ઉપર મંડરાયેલી છે. ઈંગ્લેન્ડનો મેચ નામીબીયાની નબળી ટીમ સામે છે. જો તેમાં ખૂબ જ સારા માર્જીનથી મેચ જીતે તો તેના પાંચ પોઈન્ટ થાય અને તે સ્કોર લેન્ડના પાંચ પોઈન્ટ સામે રન રેટથી હરિફાઈમાં આવી શકે.
જ્યારે સ્કોટલેન્ડના મેચ મજબૂત ઓસ્ટ્રેલીયા સામે છે તેમાં તેનો વિજય થાય તો ઈંગ્લેન્ડ બહાર થઈ જાય.. અને સ્કોટલેન્ડ હારે તો ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રન રેટ નિર્ણાયક બનશે.
આવી જ રીતે બાંગ્લાદેશનો મેચ નેપાલ સામે છે. જો જીતશે તો કવોલીફાય થશે અને હારે તો નેધરલેન્ડના ચાર પોઈન્ટ સાથે રનરેટની હરીફાઈમાં આવી શકે. આમ છતાં નેધરલેન્ડનો પણ હજી એક મેચ શ્રીલંકા સામે રમવાનો બાકી છે. જો નેધરલેન્ડ જીતી જાય તો બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રનરેટ નિર્ણાયક બને અને જો નેધરલેન્ડ હારે તો બાંગ્લાદેશ સુપર એઈટમાં આવી જાય.
આમ હવી પછીના મેચો સુપર એઈટમાં પ્રવેશ માટે બાંગ્લાદેશ, નેધરલેન્ડ તેમજ ઈંગ્લેન્ડ માટે અતિ મહત્ત્વના બની રહેશે. સુપર એઈટના મુકાબલા તા. ર૦ જૂનથી શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial