Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટાફની તંગીઃ ડબલ દર્દીઃ હમ નહીં સુધરેંગે...
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયાની સરકારી હોસ્પિટલ જે દ્વારકા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં ૭૦ બેડની હોસ્પિટલ હતી તેમાં હાલ ૧પ૦ બેડની કરી દેવામાં આવી છે, પણ કાગળ ઉપર હજુ ૭૦ બેડની જ હોય, પૂરતો સ્ટાફ ૭૦ બેડનો પણ નથી, ત્યારે ૧પ૦ દર્દી તથા રોજ પ૦૦ ઉપરાંતની ઓ.પી.ડી. હોય, સફાઈ કામ પણ પૂરતા ન હોય, જ્યાં ત્યાં ગંદકી કચરા સામાન્ય વાત થઈ છે, તો દર્દીઓના સગા પણ જ્યાં ત્યાં પાન, ફાંકીના થૂંક તથા જ્યાં ત્યાં જમવાના ઠામ ધોવાને લીધે ગંદકી વ્યાપક થઈ છે, તો હોસ્પિટલના કંપાઉન્ડની બહાર જ મેડિકલ વેસ્ટ તથા ગંદકીના ઢગલા હોય, ગંદકીને કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ થતી હોય, સ્ટાફ વધારવા તથા ગંદકીનો નિકાલ માટે રજૂઆતો કરવામાં આવી છે.
કરોડોના ખર્ચે સરકારી હોસ્પિટલો ઊભી કર્યા પછી તેની નિભાવણી માટે પૂરતો સ્ટાફ ના મૂકાતા વિકટ સ્થિતિ ભારે ટીકાપાત્ર બની છે, તો આરોગ્ય વિભાગ ગુજરાતનું દ્વારકા જિલ્લા પ્રત્યે ઓરમાયું વર્તન જાહેર થાય છે. દ્વારકા જિલ્લામાં બીજા નંબરની દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પણ વર્ગ-૪ ના સ્ટાફ ના હોય, ત્યાં પણ ગંદકી તથા સફાઈની ગંભીર સમસ્યા છે. જે બાબતે પણ વારંવાર ફરિયાદો-રજૂઆતો થાય છે, પણ તંત્ર 'ઉપર'થી મૌન જ રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial