Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે
જામનગર તા. ૧પઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી નોંધાયું હતું. અસહ્ય ગરમી અને બફારાથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નગરમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમે-ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રીએ અને લઘુતમ તાપમાન ર૯.૪ ડીગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું.
નગરમાં તાપમાનમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને બપોરે આકરો તાપ પડ્યો હતો. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ ટકાથી વધુ રહેતા બફારો પણ યથાવત્ રહ્યો હતો. આકરા તાપ અને બફારાના બેવાડ મારથી જનતાને ગઈકાલે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં.
પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial