Advertisement
Author: નોબત સમાચાર

શહેરની જી.જી. હોસ્પિટલમાં હથિયાર ધારી સુરક્ષા ગાર્ડની નિમણૂક કરો

જુનિયર ડોકટર એસોસિએશનનું આવેદન

જામનગર તા. ૧પઃ જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં શસ્ત્રધારી સુરક્ષા કર્મચારીની સેવા ઉપલબ્ધ કરવા માટેની માંગણી સામે મેડિકલ કોલેજમાં ડીનને આવેદનપત્ર પાઠવાયું છે.

જુનિનયર ડોકટર્સ એસો.ના ડો. કિશોર દધેથરીયા, અને વાઈસ પ્રેસીડેન્ટ ડો. કૃષ્ણા પટેલ અને ઉર્વિક પોકીયા સહિતનાઓની આગેવાનીમાં જેડીએના સભ્યોએ આવેદનપત્રમાં એવી રજુઆત કરી હતી કે તાજેતરમાં હોસ્પિટલની અંદર ટ્રોમા વોર્ડ પાસે એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી. ખાસ કરીને ટ્રોમા સેન્ટર, આઈસીયુ, એસઆઈસીયુ, મેડિકલ ઈમરજન્સી વોર્ડ સહિતના કેટલાક ચોક્કસ વોર્ડમાં તબીબોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હથિયાર ધારી સુરક્ષા ગાર્ડ રાખવા જોઈએ જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh