Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જેનીબેન ઠાકુર સહિતના દિગ્ગજો જોડાયા
રાજકોટ તા. ૧પઃ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુદ્દે આજે કોંગ્રેસે રાજકોટમાં વિરોધ પ્રદર્શન સાથે ધરણાં કર્યા છે, અને રપમી જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે.
રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. ર૦ર૪ ની લોકસભા ચૂંટણીમાં ચૂંંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા બહુમાળી ભવન ચોકમાં દેખાવ કરવામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે.
રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ર૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં આ મામલે દેખાવ શરૂ કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જેનીબેન ઠુમર સહિતના નેતાઓ આ દેખાવમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે.. બહુમાળી ભવનમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યાંથી પોલીસ કમિશ્નર કચેરી સુધી રેલી કાઢશે. કોંગ્રેસની સાથે અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવાન પણ દેખાવમાં જોડાયો છે. કોંગ્રેસના દેખાવ અને રેલીને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડના પિડીતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા દેખાવ તેમજ ધરણા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રપમી જૂને રાજકોટ બંધનું એલાન પણ કોંગ્રેસે આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial