Advertisement
Author: નોબત સમાચાર

સરપંચની ચૂંટણીના વેરઝેરના કારણે વૃદ્ધ પર શખ્સે કુહાડી વીંઝી

જામનગર તા. ૧૫ઃ કાલાવડના રામપર-રવેશીયામાં બે વર્ષ પહેલાં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં વેરઝેર ઉદ્ભવ્યા પછી એક ઉમેદવારના પિતા પર ગઈકાલે સવારે કુહાડી વડે પ્રાણઘાતક હુમલો કરાયો હતો. માથામાં ઈજા તથા બંને હાથ, પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

કાલાવડ તાલુકાના રામપર રવેશીયા ગામમાં રહેતા મોહનભાઈ પૂંજાભાઈ ચીખલીયા નામના ખેડૂતનો પુત્ર સુનિલ બે વર્ષ પહેલા યોજાયેલી સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યો હતો ત્યારે તેની વિરૂદ્ધના પ્રચારમાં ગુલ મામદ ઓસમાણ સમા નામનો શખ્સ રસ લેતો હતો.

આ બાબતે સુનિલ તથા ગુલમામદ વચ્ચે બોલાચાલી થઈ હતી અને મનદુખ ઉભુ થયું હતું. તેનો ખાર રાખી ગઈકાલે ગુલમામદે હુમલો કર્યાે હતો. દૂધ લેવા માટે પોતાના બાઈક પર જઈ રહેલા મોહનભાઈને રસ્તામાં રોકી લઈ કુહાડીથી ગુલમામદે હુમલો કરતા મોહનભાઈ પડી ગયા હતા. તે પછી ગુલમામદે તેઓને માથામાં કુહાડી ફટકારી તેઓની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. માથામાં કુહાડી વાગતા અને બંને હાથ તથા બંને પગમાં ફ્રેકચર થઈ જતાં બેભાન બની ગયેલા મોહનભાઈ મૃત્યુ પામ્યા છે તેમ માની ગુલમામદ સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ જે.એસ. ગોવાણીએ આઈપીસી ૩૦૭, ૩૨૪, ૩૨૫, ૫૦૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh