Advertisement
Author: નોબત સમાચાર

સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યના શંકાસ્પદ મૃત્યુઃ આત્મહત્યાની આશંકા

ત્રણ મહિલા અને એક વૃદ્ધ રાત્રે જમીને સૂતા, પણ સવારે ઊઠ્યા જ નહીં!

સુરત તા. ૧પઃ સુરતના જ્હાંગીરપુરામાં આવેલ રાજન રેસિડેન્સીમાં એક વૃદ્ધ અને ત્રણ મહિલા સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. પોલીસે આત્મહત્યાની આશંકા જણાવીને વધુ તપાસ હાથ ધરી છે. આ પરિવારજનોએ ઉલટી કરી હોવાથી ફૂડ પોઈઝનીંગના એંગલથી પણ તપાસ થઈ રહી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ જ્હાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા પછી સવારે જાગ્યા જ નહીં. મૃતકોમાં ૩ મહિલા અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે, જો કે આ મૃતકોને ઉલટીઓ થઈ હોવાના ચિન્હો મળતા ફૂડ પોઈઝનીંગની સંભાવના પણ દર્શાવાઈ રહી છે.

જ્હાંગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં સામૂહિક આપઘાતની આ ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે, જેમાં જાણવા મળ્યું કે, રાત્રે જમ્યા પછી તમામ સૂઈ ગયા હતાં, જો કે સવારે ન જાગતા શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જાગ્યા જ નહીં.

પોલીસે કહ્યું કે, પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે. કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટોમર્ટમ રિપોર્ટ તછી જ આપઘાત અંગેની વધુ વિગતો સામે આવી શકે તેમ છે. હાલ તપાસ ચાલી રહી છે.

તમામ મૃતકોની ઉંમર પપ થી ૬૦ વર્ષની છે. બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે. તેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહોતો, આથી તેની પાસે બીજી ચાવી હતી એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતાં.

મૃતકોના નામ પણ જાણવા મુજબ જશુબેન કેશવભાઈ વાઢેર (ઉ.વ. પ૮), શાંતુબેન વાઢેર (ઉ.વ. પપ), ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉ.વ. પપ) હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉ.વ. ૬૦) ના મૃત્યુ થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh