Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોંડલના વેપારીએ પૈસા ન ચૂકવી પોબારા ભણ્યાઃ
જામનગર તા. ૧૫ઃ ભાણવડના કૃષ્ણગઢ ગામના ચાર ખેડૂતે એક દલાલ મારફત ગોંડલના વેપારીને રૂપિયા સાડા સાત લાખ ઉપરાંતની ખેતપેદાશ વેચ્યા પછી તે વેપારીએ પોબારા ભણી લેતા તેની સામે ઠગાઈ તથા વિશ્વાસઘાત કરવા અંગે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢના વાડી વિસ્તારમાં રહેતા જગમાલભાઈ ભીખાભાઈ ગોજીયા તેમજ અન્ય ખેડૂતો પાસેથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ગોંડલના ચિરાગ વ્રજલાલ લક્કડ નામના આસામીએ દલાલ રમેશ કરંગીયા મારફતે ખેતપેદાશો મેળવી હતી.
દર વર્ષે ખેતપેદાશ ખેડૂતો પાસેથી મેળવી તેની રકમની ચૂકવણી કરી દેવાતી હોવાથી ખેડૂતો દલાલ તથા ગોંડલના વેપારી પર અતૂટ ભરોસો કેળવી ચૂક્યા હતા. તે પછી ચાલુ વર્ષે જગમાલભાઈ તેમજ માલદેભાઈ રણમલભાઈ કરંગીયા, હરદાસ કેશુરભાઈ ભોચીયા, રમેશભાઈ પરબતભાઈ નામના ખેડૂતોએ પોતાની રૂા.૭,૫૭,૫૨૬ની ખેતપેદાશ ગોંડલના વેપારીને વેચવા તૈયારી દર્શાવી હતી. આ ખેડૂતો પાસેથી વાયદાથી ખેતપેદાશો ખરીદ્યા પછી ચિરાગે તેની ચૂકવણી ન કરતા ખેડૂતોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. તેઓએ ઉઘરાણી શરૂ કરી તે પછી ચિરાગ ગામ છોડીને જતો રહેતા આખરે જગમાલભાઈએ તમામ ખેડૂતો વતી ભાણવડ પોલીસ સ્ટેશનમાં ચિરાગ લક્કડ સામે ફરિયાદ નોંધાવી છે. આઈપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial