Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ ત્રણ સ્થળેથી મળ્યું છે ડ્રગ્સઃ
જામનગર તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગોરીંજા ગામના દરિયાકાંઠેથી આજે સવારે ડ્રગ્સ ભરેલા ૪૦ પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. તે દરમિયાન બરડીયા ગામ પાસેથી પણ ૨૦ પેકેટ બિનવારસુ સાંપડ્યા છે. એસપીના વડપણ હેઠળની પોલીસ ટૂકડી બંને સ્થળે ધસી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમતનું વધુ ડ્રગ્સ કબજે કરી લેવાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગોરીંજા પાસેથી ડ્રગ્સ ભરેલા ૪૦ પેકેટ પોલીસને બિનવારસુ મળી આવ્યા છે. તેની વિગતો જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને અપાતા ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ એલસીબી પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને એસઓજીની ટૂકડી ત્યાં ધસી ગઈ છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સના આ જથ્થાને પોલીસે કબજે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જુદા જુદા ત્રણ સ્થળે-દરિયાકાંઠેથી અંદાજે રૂપિયા સાડા સત્યાવીસ કરોડનો ડ્રગ્સનો બિનવારસુ જથ્થો મળી આવ્યો છે. તે પછી વધુ જથ્થો આજે પ્રાપ્ત થયો છે.
એક અનુમાન મુજબ ડ્રગ્સ માફિયાઓ તે જથ્થો દ્વારકાના દરિયાકાંઠેથી ભારતમાં ઘૂસાડવાની તજવીજ કરતા હશે ત્યારે સુરક્ષા એજન્સીના ધ્યાને ન ચઢી જવાય તે માટે તેઓએ આ જથ્થો દરિયામાં ફેંકી દીધો હશે અને તે જથ્થો સમયાંતરે દરિયાકાંઠે તણાઈ આવી રહ્યો છે.
ઉપરોક્ત અહેવાલ વચ્ચે દ્વારકા નજીકના બરડીયા ગામ પાસેથી પણ ૨૦ પેકેટમાં ભરેલો ડ્રગ્સનો બિનવારસુ જથ્થો મળી આવ્યો છે. તેનો પણ પોલીસે કબજો સંભાળ્યો છે. દ્વારકા પોલીસે અત્યંત સતર્કતાપૂર્વક ચેકીંગ સઘન બનાવાયું છે.
છેલ્લ્લા અહેવાલ મુજબ આજે દિવસ દરમ્યાન પહેલા ૪૦ પેકેટ પછી ર૦ પેકેટ અને વધુ ૪ પેકે સહિત કુલ ૬૪ જેટલા પેકેટો મળી આવ્યા છે. જેની કિંમત અંદાજે ૩૦ કરોડથી વધુ થાય છે. અગાઉ પોલિસને ર૭ કરોડનો જથ્થો મળ્યો હોય માત્ર પાંચ દિવસમાં પ૦ કરોડ ઉપરાંતનું ડ્રગ પકડવામાં દેવભૂમિ દ્વારકા પોલીસને સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડા નિતીશકુમાર પાંડે તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા વિેશષ તપાસ કરવામાં આવી રહી છે. જોગાનું જોગ આ જથ્થો જે પકડાયો તે તેજ પ્રકારનો જથ્થો કચ્છમાંથી પણ આજે મળ્યો હોય એ બાબત પણ પોલીસ ઉંડી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial