Advertisement
Author: નોબત સમાચાર

ઓવરબ્રિજના ચાલી રહેલા કામના સ્થળેથી રૂા.ર લાખના વીજવાયરની થઈ ગઈ ઉઠાંતરી

કોન્ટ્રાક્ટર પેઢીના કર્મચારીએ કરી રાવઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરમાં હાલમાં નિર્માણાધિન ઓવરબ્રિજના કામમાં સાતરસ્તાથી આગળ સંતોષી માતાના મંદિર નજીક કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા એચટી વાયર લગાડી કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. તે સ્થળેથી રૂા.૨ લાખની કિંમતનો ઈલેકટ્રીક વાયર કોઈ કાપી ગયું છે. પેઢીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સુભાષ બ્રિજથી માંડી સાતરસ્તા સર્કલ થઈ સંતોષી માતાના મંદિર સુધીના ઓવરબ્રિજનું હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે. તે કામના સ્થળે સંતોષી માતાના મંદિર પાસે ઓવરબ્રિજના બનાવવામાં આવેલા ઢાળીયા નીચેથી કોઈ શખ્સ ૧૮૦૦ મીટર વાયર ચોરી ગયો છે.

આ કામની કોન્ટ્રાક્ટર પેઢી હેઠળ કામ કરતી રચના કન્સ્ટ્રક્શન કંપની નામની પેઢી દ્વારા તે સ્થળે હાઈટેન્શન સ્ટ્રેડના ૨૫ મીટર લંબાઈના ૭૦ નંગ વાયર લગાડવામાં આવ્યા હતા. તે વાયરમાંથી ગઈ તા.૪ની સાંજથી તા.૫ની સવાર સુધીમાં કોઈ શખ્સ ૧૮૨૦ મીટર વાયર કાપી ગયો છે. અંદાજે રૂા.૨ લાખની કિંમતના વાયરની ચોરી અંગે અમદાવાદના હર્ષ મહેન્દ્રભાઈ પટેલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh